મુસ્તાક દલ/જામનગર : મનપાના સ્પોર્ટસ સંકુલના સ્વિમિંગ પૂલમાં સ્નાન કરતી મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો હતો. મહિલાઓના સ્વિમિંગ સમયે ફોટો અને વીડિયોની મનાઇ હોવા છતા મહિલા કોચે ફેસબુક પર વીડિયો લાઇવ કરતા વિવાદ સર્જાયો હતો. વિવાદ સર્જાતા મહિલાએ તેના ફેસબુક પેજ પરથી વીડિયો ડિલિટ પણ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવના નંદા નામની મહિલા કોચ દ્વારા જ મહિલાના ન્હાવાના વીડિયો વાયરલ કરાયો હતો. જેને લઇને જામનગર મનપાના સ્પોર્ટસ સંકુલમાં સ્વિમિંગ કરતી મહિલાઓની સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે. મહિલાઓના સ્નાન કરતો વીડિયો મહિલા કોચ દ્વારા ફેસબુક પર વાયરલ કરતા વિવાદ સર્જાયો હતો.


આગામી ચાર દિવસમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદની હવામાન વિભાગની આગાહી


જુઓ LIVE TV:



મહત્વનું છે, કે મહિલાઓના સ્વિંમિંગના સમયે પુરુષો તેમજ અન્ય લોકોના પ્રવેશ પર તો પ્રતિબંધ છે પણ તે સમયે મહિલાઓના ફોટા પાડવા અને વીડિયો ઉતારવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતા જ કોચ દ્વારા જ ફેસબુક પર વીડિયો લાઇવ કરતા વિવાદ સર્જાયો હતો. મનપાના સ્પોર્ટ્સ સંકુલના મેનેજર સામે પણ સુરક્ષાને લઇને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. વિવાદ સામે આવતા મહિલા કોચે ફેસબુક પર લાઇવ કરેલો વીડિયો ડીલીટ કર્યો હતો.