આગામી ચાર દિવસમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદની હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ચાર દિવસ રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયા હોવાને કારણે વરસાદની આશંકા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળશે. 

Updated By: Jul 27, 2019, 02:56 PM IST
આગામી ચાર દિવસમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ :સમગ્ર ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ચાર દિવસ રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયા હોવાને કારણે વરસાદની આશંકા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળશે. 

રામરહીમ, આશારામ અને ઈમરાન ખાનના BJPમાં જોડાવા પાછળ શું છે હકીકત?

અત્યાર સુધીમાં વરસાદ રહિતના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. લો પ્રેસર સાથે જ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. જેના કારણે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે વલસાડ, નવસારી , ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આગામી 5 દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, વલસાડ, બનાસકાંઠા, સાબરકાંઠા,દાહોદ તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. 

ગુજરાત વિધાનસભા માટે ઐતિહાસિક દિવસ, મોડી રાત્રે 3.40 વાગ્યા સુધી ચાલુ રખાયુ ગૃહ

હાલ ગુજરાતમાં સૌથી સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં વરસી રહ્યો છે. ડાંગ, નવસારી, સુરત, વલસાડ તમામ વિસ્તારોમાં સારો વરસાદ વરસી ચૂક્યો છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યનાં 134 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લાના વઘઈમાં 48 કલાકમાં ખાબક્યો છે. ડાંગમાં 17.5 ઈંચ વરસાદ, આહવા અને સુબીર 10 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી જેવા માહોલ બન્યો છે. 

તો બીજી તરફ, ભારે વરસાદને પગલે સોનગઢનો ડોસવાડા ડેમ છલકાયો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને પગલે ડેમમાં નવા નીરની આવક થઈ છે. આમ, ખેતીલાયક વરસાદને પગલે ભૂમિપુત્રોમાં આનંદ છવાયો છે, તો સતત ત્રીજા દિવસે મેઘ મહેર ચાલુ રહેતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :