જામનગરના 20 હજાર જેટલા લોકો પાણી માટે મારી રહ્યા છે વલખા
શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હાલત ઉનાળાના સમયમાં પાણીને લઈને ખૂબ જ દયનીય બની રહી છે. ખાસ કરીને આ તમામ વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોની 65 જેટલી સોસાયટીના અંદાજે 20 હજાર જેટલા લોકો પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
મુસ્તાક દલ/જામનગર: શહેરમાં નવા ભળેલા વિસ્તારો અને ગ્રામ્ય વિસ્તારોની હાલત ઉનાળાના સમયમાં પાણીને લઈને ખૂબ જ દયનીય બની રહી છે. ખાસ કરીને આ તમામ વિસ્તારોમાં પાણીની પોકાર ઉઠી છે. છેલ્લા પાંચ વર્ષથી જામનગર શહેરમાં નવા ભળેલા વિસ્તારોની 65 જેટલી સોસાયટીના અંદાજે 20 હજાર જેટલા લોકો પાણીની પ્રાથમિક સુવિધાથી વંચિત છે.
જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો ગત વખતે ઓછા પડેલા વરસાદની અસર ખેતી પર તો વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ જેમ જેમ ઉનાળાનો સમય વધુ વીતી રહ્યો છે. તેમ તેમ પીવાના પાણીની સમસ્યા પણ ગંભીર બની રહી છે. જામનગર શહેરની ત્રિજયા અગાઉ 34 ચો.કિલોમીટરની હતી. જે હવે વધીને 128 ચો.કિલોમીટરની નવા વિસ્તરણ બાદ થઇ છે. અને તેમાં છેલ્લા પાંચ વર્ષ પહેલા 65 સોસાયટી અને અંદાજે 20 હજાર જેટલા લોકોનો સમાવેશ થયો છે. એક તરફ તંત્ર આ તમામ લોકોને ગ્રામ્યમાંથી શહેરી વિસ્તારમાં સમાવેશ તો કરી લીધો છે. પરંતુ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ આપવામાં તંત્ર સદંતર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.
અમદાવાદના રસ્તાઓ પર પાન-મસાલા ખાઇને થુકનારાઓને મળશે ‘ઈ-મેમો’
ગ્રામ્ય પંથકની પ્રજાને પૂરતું નર્મદાનું પાણી પણ મળતું ન હોય જેથી હાલ તો ટેન્કર પર આધારિત રહેવું પડે છે. અને એ પણ અપૂરતા પાણીના ટેન્કર અને અસમયસર વિતરને લઈને લોકોને પાણી બાબતે ઘણી મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે જામનગરના નવા ભળેલા વિસ્તાર પુષ્કર સોસાયટી, તિરુપતિ સોસાયટી સહિતના વિસ્તારોમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી ત્યારે ટેન્કરમાં પાણી ભરવા માટે લોકો જાણે રીતસરના વલખા મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. લોકો દ્વારા એક જ માંગણી કરવામાં આવતી હતી કે, તેમને નળ કનેકશનથી પુરતૂ પાણી પહોંચાડવામાં આવે અને જો એ પણ ન થઇ શકે તો ટેન્કરનું પૂરતું પાણી અનેએ પણ વધુ સમય માટે સમયસર આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગુજરાત કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં ગજવશે સભાઓ, જાણો કોણ ક્યાં કરશે પ્રચાર
જોકે જામનગર શહેરના નવા ભળેલા વિસ્તારોમાં ટેન્કર મારફતે અપાતા પાણીની અપૂરતી સુવિધાને લઈને ઝી 24 કલાકની ટીમ દ્વારા મનપાના વોટરવર્ક્સના નાયબ ઇજનેરનો સંપર્ક સાધવામાં આવ્યો અને તેમણે જણાવ્યું કે, હાલ આ તમામ વિસ્તારોમાં દરરોજ 117 જેટલા પાણીના ટેન્કરના ફેરા મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જોકે વહીવટી તંત્ર દ્વારા રવિ પાર્ક વિસ્તારમાં એક ESR પણ ઉભું કરવામાં આવ્યું છે. જે નજીકના સમયમાં કાર્યરત થઈ જશે. અને નવા ભળેલા તમામ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પણ વહેલાસર પહોંચી જાય તે માટેની કાર્યવાહી પણ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
જોકે હાલ તો ઉનાળાના સમયમાં જામનગર ગ્રામ્ય અને નવા ભળેલા વિસ્તારની જનતા પાણીનો પોકાર કરી રહી છે. પરંતુ તંત્ર જો સમયસર જાગશે નહીં તો હજુ પણ ઉનાળાના આગામી સમયમાં પાણીની સમસ્યા વધુને વધુ વિકટ બનશે. જેને લઈને લોકોના જનજીવનને પણ ભારે અસર પહોંચી શકે છે. જયારે એક તરફ હજારો લોકોને છેલ્લા પાંચ વર્ષથી ટેન્કરના પાણી પર આધારિત રહેવું પડતું ત્યારે એક તરફ લોકોને પ્રાથમિક પુરી સુવિધા પુરી આપવાની મનપાની પોલ છતી જોવા મળી રહી છે. ન તો મનપાના અધિકારી કે ના કોઈ નેતા આ લોકોનો અવાજ સાંભળી રહ્યા છે ત્યારે. આવા સમયે ખરેખર તો લોકો એક જ માંગ કરી રહ્યા છે કે, પાણીની પ્રાથમિક મુખ્ય અસુવિધાનો અંત ક્યારે?