ગુજરાત કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં ગજવશે સભાઓ, જાણો કોણ ક્યાં કરશે પ્રચાર

ગુજરાતન કાંગ્રેસના 25થી વધારે નેતાઓને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી કોંગ્રેસે સોપી ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના નેતાઓને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચુંટણી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રચારની જવાબદારી સોપવામા આવી છે. ઘણા નેતાઓ ચુંટણી પ્રચારે પહોચી ગયા છે. અને બાકીના નેતાઓ આવતીકાલ સુધીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચશે.

ગુજરાત કોંગ્રેસના નેતાઓ અન્ય રાજ્યોમાં ગજવશે સભાઓ, જાણો કોણ ક્યાં કરશે પ્રચાર

ગૌરવ પટેલ/અમદાવાદ: ગુજરાતન કાંગ્રેસના 25થી વધારે નેતાઓને અન્ય રાજ્યોમાં પ્રચારની જવાબદારી કોંગ્રેસે સોપી ઓલ ઇન્ડીયા કાંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના નેતાઓને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ચુંટણી પુર્ણ ન થાય ત્યાં સુધી પ્રચારની જવાબદારી સોપવામા આવી છે. ઘણા નેતાઓ ચુંટણી પ્રચારે પહોચી ગયા છે. અને બાકીના નેતાઓ આવતીકાલ સુધીમાં રાજસ્થાન અને મધ્યપ્રદેશ પહોચશે.

ગુજરાતની લોકસભાની 26 બેઠકો માટેની ચુંટણી પુર્ણ થઇ ચુકી છે. કોંગ્રેસના ઘણા નેતાઓ હળવાશની પળો માણી રહ્યા છે. પણ ગુજરાત કાંગ્રેસના 25 કરતાં વધારે નેતાઓના નસિબમાં હજુ આરામ નથી કેમ કે, આ નેતાઓને ઓલ ઇન્ડીયા કોંગ્રેસ સમિતિ દ્વારા મધ્યપ્રદેશ,રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં પ્રચારની જવાબદારી સોપવામાં આવી છે. જેમાં વર્તમાન ધારાસભ્યો, રાજ્યસભાના સાંસદો,પુર્વ સાંસદ,સ્થાનિક સ્વરાજની સંસ્થામાં ચુટાયેલા પ્રતિનિધિઓ અને ગુજરાતન કોંગ્રેસના હોદ્દેદારોનો સમાવેશ થાય છે આ નેતાઓ પૈકી હાર્દીક પટેલ અને હિંમતસિંહ પટેલ ઉત્તરપ્રદેશમાં તથા પરેશ ધાનાણી મહારાષ્ટ્રમાં પ્રચાર કાર્યમાં લાગ્યા છે બાકીના નેતાઓએ પણ અન્ય રાજ્યો તરફ પ્રયાણ કર્યુ છે 

Hardik-Patel.jpg

ગુજરાતમાં ગરમીનો હાહાકાર: 108 ઈમરજન્સી કોલ્સમાં થયો 20 ટકાનો વધારો

રાજસ્થાન,મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પ્રચાર માટે પસંદ કરેલા નેતાઓ 

  • ઉત્તરપ્રદેશ: હાર્દીક પટેલ,સ્ટાર પ્રચારક કોંગ્રેસ/ હિમતસિંહ પટેલ,ધારાસભ્ય બાપુનગર
  • મહારાષ્ટ્ર: પરેશ ધાનાણી,વિધાનસભા વિરોધપક્ષના નેતા, ગુજરાત
  • રાજસ્થાન: હિમાશુ પટેલ,મહામંત્રી,ગુજરાત કાંગ્રેસ/રાજેન્દ્ર સિંહ કુંપાવત,સાબરકાંઠા જિલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ/ દિનેશ શર્મા,અમદાવાદ મહાનગર પાલિકાના વિપક્ષના નેતા/ કૈલાશ ગઢવી,ચેરમેન ગુજરાત કાંગ્રેસ પ્રોફેશનલ વિંગ/ ગુલાબખાન રાઉમા,ચેરમેન માઇનોરીટી સેલ/ ગુલાબ રાજપુત,યુથ કાંગ્રેસ પ્રમુખ,ગુજરાત/ અનિલ જોષીયારા,ધારાસભ્ય ભિલોડા/ઇમરાન ખેડાવાલા,ધારાસભ્ય જમાલપુર ખાડીયા/ લાખાભાઇ ભરવાડ,ધારાસભ્ય વિરમગામ/ જગદિશ ઠાકોર,પુર્વ સાંસદ
  • મધ્યપ્રદેશ: નારાયણ રાઠવા,સાંસદ રાજ્યસભા/પ્રભાબેન તાવિયાડ,પુર્વ સાંસદ/કિશન પટેલ,પુર્વ સાંસદ/દિનેશ પરમાર,પુર્વ ઘારાસભ્ય/અશોક પંજાબી,નેતા ગુજરાત કોંગ્રેસ/ચંદુ ભાઇ ડાભી,નેતા ગુજરાત કોંગ્રેસ/રાજેન્દ્ર પટેલ મહામંત્રી,ગુજરાત કાંગ્રેસ/રાજેન્દ્રસિંહ પરમાર ધારાસભ્ય બોરસદ/આનંદ ચૌઘરી,ધારાસભ્ય માંડવી/ગેંડલ દામોર પુર્વ ધારાસભ્ય/ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ,નેતા કોંગ્રેસ/ચંદ્રિકાબેન બારીયા,ધારસભ્ય ગરબાડા/ભૃગરાજસિંહ ચૌહાણ,નેતા કોંગ્રેસ/હર્ષદ રિબડીયા,ધારાસભ્ય વિસાવદર/ મનિષ દોશી,મુખ્ય પ્રવક્તા,ગુજરાત કાંગ્રેસ 

ગુજરાતની 26 બેઠકો માટે કુલ 40 પ્રચારકોની યાદી તૈયાર કરવામાં આવી હતી. પણ માત્ર ગણ્યાગાંઠા નેતાઓ ગુજરાત આવ્યા હતા. હવે ગુજરાત કાંગ્રેસના નેતાઓને અન્ય રાજ્યોની જવાબદારી સોપવામાં આવી છે. તે કેવી રીતે નિભાવે છે તેની પર નજર ટકેલી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news