પાઘડી બનાવનાર વિક્રમસિંહે કહ્યું, પાઘડીમાં જે ખાસ રંગ છે એ માત્ર જામનગરના પાણીથી જ બને છે
- ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલમાં મોદીએ જામનગરની પાઘડી પહેરી હતી
- વિક્રમસિંહ છેલ્લા 50 વર્ષથી પાઘડી બનાવે છે, વિક્રમસિંહએ દેશમાં જામનગરનું નામ રોશન કર્યું
- જામનગરના વિક્રમસિંહ જાડેજાએ આ પાઘડી બનાવી છે, જામ સાહેબના આદેશ અનુસાર તેઓએ પીએમ માટે પાઘડી બનાવી હતી
- મોદીજીએ પહેરેલી પાઘડી હાલારી પાઘડી તરીકે ઓળખાય છે, પાઘડીમાં જે ખાસ રંગ છે એ માત્ર જામનગરના પાણીથી જ બને છે
મુસ્તાક દલ/જામનગર :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીમાં 72 માં ગણતંત્ર દિવસે (Republic Day) યોજાયેલા સમારોહમાં જામનગરની હાલારી પાઘડી પહેરેલા જોવા મળ્યા હતા. તેના પાઘડીની ચર્ચા દેશભરમાં થઈ રહી છે. સૌ કોઈ જાણવા ઉત્સુક છે કે, આખરે તેમણે જે પાઘડી પહેરી તેની ખાસયિત શું છે. ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા જાણીતા છે. નરેન્દ્ર મોદી (Narendra Modi) ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અનેક વખત જામનગરના રાજવી જામ શત્રુશલ્યજીને મળી ચૂક્યા છે. જામસાહેબ શત્રુશલ્યજીએ નરેન્દ્ર મોદીને આ હાલારી પાઘડી ભેટ આપી હતી. જેને જામનગરના જ વિક્રમસિંહ જાડેજાએ બનાવી છે.
વિક્રમસિંહ જાડેજા વિશ્વના છ દેશોમાં પાઘડી અને સાફા બનાવવા માટે ખ્યાતિ મેળવી ચૂક્યા છે. પ્રધાનમમંત્રી નરેન્દ્ર મોદી માટે પણ જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યજીએ ખાસ પાઘડી બનાવડાવી હતી. ત્યારે 72 મા ગણતંત્ર દિવસ નિમિત્તે વડાપ્રધાને ખાસ જામનગરની હાલારી પાઘડી (jamnagar paghdi) સાથે જોવા મળતાં પાઘડી બનાવનાર વિક્રમસિંહ જાડેજાએ ખુશી વ્યક્ત કરી છે.
72 મા પ્રજાસત્તાક દિવસ (Republic Day 2021) ની ઉજવણી દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પહેરેલી પાઘડી (paghadi) ચર્ચામાં છે. પીએમ મોદીએ આ વર્ષે યોજાયેલા ગણતંત્ર દિવસની પરેડમાં જામનગરની હાલારી પાઘડી પહેરી હતી. લાલ બાંધણીની આ પાઘડી જામનગરના શાહી પરિવાર દ્વારા નરેન્દ્ર મોદી (narendra modi paghdi) ને ભેટમાં આપવામાં આવી હતી. જામનગરની સ્પેશિયલ પાઘડી પહેરીને પ્રધાનમંત્રી મોદી ઈન્ડિયા ગેટના નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા હતા. તેમણે સેરેમોનિયલ બુક પર હસ્તાક્ષર કર્યા હતા. આ દરમિયાન તેમણે જામનગરની રોયલ ફેમિલી દ્વારા ગિફ્ટમાં આપેલી પાઘડી પહેરી હતી. જામનગરની આ હાલારી પાઘડી અનેક ખાસિયતોથી ભરેલી છે. આ પાઘડી જેમણે બનાવી તે વિક્રમસિંહ જાડેજાએ તેની ખાસિયતો ઝી 24 કલાકને જણાવી.
પ્રધાનમંત્રી પણ જે પ્રદેશમાં જાય છે ત્યાંની પાઘડી પહેરવાનું ભૂલતા નથી. પ્રધાનમંત્રીના જામનગર થી લઈને જમ્મુ કાશ્મીર સુધીના દરેક પ્રદેશના પ્રવાસમાં પરંપરાગત પાઘડીમાં જોવા મળ્યા છે. જેમાં સૌથી પ્રથમ વાત કરીએ જમ્મુ કાશ્મીરની જ્યાં પ્રધાનમંત્રી લાલ રંગની સોની બોર્ડર વાળી પાઘડીમાં જોવા મળ્યા હતા. તો અરૂણાચલ પ્રદેશમાં પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. એવી જ રીતે મરાઠી, જામનગરની પરંપરાગત લાલ પાઘડી, રાજસ્થાની સહિતની પરંપરાગત પાઘડીમાં પ્રધાનમંત્રી જોવા મળ્યા છે. એટલું જ નહીં પણ પૂર્ણાંચલ, ત્રિપુરા જેવા પ્રદેશમાં પહેરાથી હેટ અને ટોપીમાં અલગ અંદાજમાં જોવા મળ્યા છે પ્રધાનમંત્રી.
2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર મોદી ખાસ પ્રકારની પાઘડીઓ પહેરતા દેખાય છે. તો જાહેર કાર્યક્રમોમાં તેમણે અનેકવાર વિવિધ પ્રદેશોની પાઘડીઓ પહેરી છે.