jamnagar

જામનગરના પૂરમાં ધંધામાં નુકસાન થતા દુકાનદારે મોત વ્હાલુ કર્યુ

જામનગર (Jamnagar) માં થોડા દિવસો પહેલા આવેલા પૂરે ભારે તારાજી સર્જી હતી. લોકોના ઘર, દુકાન, ખેતરમાં ભારે નુકસાની થઈ છે. આ નુકસાનીએ અનેક લોકોને રડાવ્યા. લોકો પાસે પોતાની બચતનું કંઈ બચ્યુ નથી. ત્યારે એક કરિયાણાની દુકાનનો માલસામાન પલળી ગયાની ચિંતામાં અને મોટું આર્થિક નુકશાન થતા એક મુસ્લિમ વેપારી યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત (suicide) કરતા ભારે અરેરાટી ફેલાઈ છે.

Sep 25, 2021, 02:18 PM IST

જામનગરના જોડિયામાં સાંબેલાધાર વરસાદ, 7.5 ઈંચ વરસાદથી ફરી પૂર જેવી સ્થિતિ

જામનગર (Jamnagar) માં ફરી એકવાર પૂર સ્થિતિ ઉદભવવાના એંધાણ છે. જામનગરના જોડિયામાં આજે સવારથી જ વરસાદ (heavy rain) તૂટી પડ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી જોડિયામાં 7.5 ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ નોંધાયો છે. સવારે 6 થી બપોરના 12 વાગ્યા સુધીમાં જોડિયા (Jodiya) માં ભારે વરસાદ તૂટી પડ્યો છે.  

Sep 23, 2021, 01:01 PM IST

જામનગરમાં વરસાદે ફરી તોબા પોકારી, જોડિયામાં બે કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં હજુ ચાર દિવસ મધ્યમ વરસાદ (gujarat rain) ની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે. ત્યારે હાલ ગુજરાતમાં મેહુલિયો ધોધમાર વરસી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 135 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે 6:00 થી 8:00 સુધીમાં રાજ્યના 25 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જામનગરમાં ફરી વરસાદે તોબા પોકારી છે. સવારના બે કલાક દરમિયાન જ જામનગરના જોડિયામાં 5 ઇંચ કરતા વધુ વરસાદ (heavy rain) ખાબક્યો છે. 

Sep 23, 2021, 09:50 AM IST

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બન્યો બેકાબુ, હોસ્પિટલો મોટી સંખ્યામાં દર્દીઓથી ઊભરાઈ

જામનગરમાં ઋતુજન્ય રોગચાળો બેકાબુ બન્યો છે ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી અને જામનગરની સરકારી જી.જી હોસ્પિટલમાં તાવ, શરદી, ઉધરસ અને જુદી જુદી ઋતુજન્ય બીમારીને લઇને જી.જી.હોસ્પિટલ ખુબ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા દર્દીઓથી ઊભરાઈ રહી છે

Sep 21, 2021, 04:04 PM IST

કૃષિમંત્રીની જામનગર પૂરગ્રસ્ત ગામોની મુલાકાત, સરકાર તરફથી વળતર ચૂકવવાની આપી ખાતરી

ગુજરાત રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે ગઈકાલે સવારથી રાત સુધી જામનગર જિલ્લાના 19 પૂરગ્રસ્ત ગામોની મેરેથોન મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા

Sep 20, 2021, 10:22 AM IST

પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત

પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.

Sep 19, 2021, 09:12 PM IST

જામનગરમાં જળપ્રલયથી ભારે જાનમાલનું નુકસાન, તબાહીથી પરેશાન પરિવારે લગાવી મદદની ગુહાર

પૂરના ધસમસતા પાણીમાં લોકોની ઘરવખરી અને અનાજ કરિયાણું તળાઈ ગયું તેમજ સ્થાનિકો પાયમાલ બન્યા છે અને મકાનોમાં પણ ભારે નુકસાન થયું છે. ત્યારે હજુ સુધી આવી કપરી પરિસ્થિતીમાં તંત્ર દ્વારા અસરગ્રસ્તોને કોઈ મદદ કરવામાં આવી નથી અને લોકો તંત્ર અને રાજ્ય સરકાર પાસે મદદની ગુહાર કરી રહ્યા છે

Sep 15, 2021, 06:04 PM IST

જૂનાગઢ જળબંબાકાર : ડ્રોન કેમેરાથી લીધેલા તારાજીના આ દ્રશ્યો ડરાવી દે તેવા છે

સૌરાષ્ટ્રમાં ભાદરવાનો ભારે વરસાદ (gujarat rain) મોટી તારાજી લઈને આવ્યો છે. સાંબેલાધાર વરસાદથી જળસંકટ તો દૂર થયું. પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં લોકોને પારાવાર નુકસાન થયું છે. અચાનક આભ ફાટતાં સૌરાષ્ટ્રના લગભગ દરેક જિલ્લાને નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન જામનગર (jamnagar) અને જૂનાગઢ (junagadh) ને થયુ છે. 

Sep 15, 2021, 08:23 AM IST

વૃદ્ધાએ કહ્યું પહેલા મારા પતિને બચાવો એમને કેન્સર છે, સાંભળીને ભાવુક થઈ રેસ્ક્યૂ ટીમ; જુઓ Video

જામનગર જિલ્લાના વિવિધ તાલુકામાં ભારે વરસાદને પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થતા લોકોના ઘરમાં પાણી ઘુસી જતા સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી

Sep 14, 2021, 08:13 AM IST

Jamnagar માં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત, પૂરમાં અનેક લોકો ફસાયા; એરફોર્સનું દિલધડક રેસક્યૂ ઓપરેશન

જામનગર (Jamnagar) જિલ્લામાં ભારે વરસાદને કારણે જન જીવન અસરગ્રસ્ત થયું છે. જિલ્લાના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને (Heavy Rain) કારણે અનેક લોકો પૂરમાં ફસાયા છે. જેમાં અત્યાર સુધીમાં કુલ 24 જેટલા લોકોને એરલિફ્ટ (Airlift) કરીને રેસ્ક્યૂ (Rescue) કરવામાં આવ્યું છે

Sep 14, 2021, 08:00 AM IST

Gondal જામકંડોરણા હાઈવે બંધ, ફસાયેલા 15 જેટલા લોકોને એરલિફટ કરવામાં આવશે

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. 

Sep 13, 2021, 03:10 PM IST

ભાદરવે ભરપૂર: કાલાવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ, ડેમ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘુસ્યા

જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. જામનગરના કાલવડ તાલુકામાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો છે. કાલવાડમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં અનરાધાર વરસાદ ખાબકતાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે.

Sep 13, 2021, 01:06 PM IST

New Cabinet ની રચનાને લઈ મોટા સમાચાર, મંત્રી મંડળમાં નવા નામોને પણ મળી શકે છે સ્થાન

ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. શપથવિધિ બાદ મંત્રી મંડલની રચનાને લઇને બેઠક યોજાશે.

Sep 13, 2021, 12:00 PM IST

CM બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલ એક્શન મોડમાં, આપ્યો આ આદેશ

જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારેતરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબકતાં જામનગર ખીમરાણા, અલીયાબાડા, સપડા સહિતના અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.

Sep 13, 2021, 10:32 AM IST

જામનગરની કોરોના હોસ્પિટલને ખંભાતી તાળા, એક પણ દર્દી નહી હોવાથી લેવાયો નિર્ણય

* જામનગરની જીજી હોસ્પિટલમાં કોવિડની સારવારને લઈ રાહતના સમાચાર
* એકપણ એક્ટિવ દર્દીના રહેતા કોવિડ વોર્ડને તાળા મારી દેવાયા
* શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ 0 પર પહોંચ્યા
* જીજી હોસ્પિટલનો કોવિડ વોર્ડ સંપૂર્ણ ખાલી થયો

Sep 8, 2021, 05:32 PM IST

જામનગરમાં રખડતા ઢોરનો આતંક જુઓ CCTV માં, ઘરમાં ઘૂસીને બાળકનું ઘોડિયું ખેંચીને લઈ ગયું...

રખડતા ઢોરોનો આતંક હજી પણ યથાવત છે. શહેરના રસ્તાઓ પર અડિંગો જમાવીને બેસતા, ગંદકી ફેલાવતા અને નાગરિકો પર હુમલો કરતા આ રખડતા ઢોરોના માલિકો પર સરકારનો કોઈ અંકુશ નથી. જેથી ઢોરોના આતંકની અનેક ઘટનાઓ સામે આવતી રહે છે. આવામાં જામનગર (Jamnagar) માં રખડતા ઢોરના આતંકની વધુ એક ઘટના CCTV માં કેદ થઈ છે. જામનગરમાં એક રહેણાંક મકાનમાં ઢોર ધૂસી ગયુ હતું. આ ઢોરે ઘોડિયામાં સૂતા બાળક પર હુમલો કર્યો હતો. જેમાં નાનકડુ બાળક માંડ બચ્યુ હતું. 

Sep 8, 2021, 04:44 PM IST

ગુજરાત સરકારના મંત્રી કેમ અચાનક જાહેરમાં બટાકાની કાતરી તળવા બેઠાં? વાયરલ થઈ રહી છે તસવીરો

ધ્યાનથી જુઓ આ તસવીર, તસવીર જોઈને તમે પણ ચોંકી જશો...આ છે ગુજરાત સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા. તસવીરમાં તેઓ બટાકાની કાતરી તળતા જોવા મળી રહ્યાં છે. આ તસવીરો સોશલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહી છે.

Sep 6, 2021, 03:12 PM IST

જામનગર : આ ગુજ્જુ ક્રિકેટરની પત્નીએ એવું કામ કર્યું, જે આજ સુધી કોઈ ક્રિકેટરની પત્નીએ નથી કર્યું....

રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ના પત્ની રીવાબા જાડેજાએ પોતાના જન્મદિવસને સમાજ સેવાના માધ્યમથી યાદગાર બનાવ્યો છે. તેઓ દર વર્ષે પોતાના જન્મદિન પર સમાજ સેવાના કાર્યો કરતા હોય છે. ત્યારે જામનગરના રહેવાસી અને ભારતીય ઓલરાઉન્ડર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા (Rivaba Jadeja) ના પત્ની તેમજ શ્રી માતૃશક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ રીવાબા રવિન્દ્રસિંહ જાડેજાએ પોતાનો જન્મદિવસ નિમિત્તે જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થઇ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજી જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી છે. 

Sep 5, 2021, 10:10 AM IST

Ravindra Jadeja નો આલિશાન Bungalow જોઈને તમે પણ કહેશો 'કાશ મારી પણ આવી લાઈફ હોત'

નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંથી એક છે. બોલ અને બેટ સિવાય, જાડેજા પોતાની ઝડપી ગતિવાળી ફિલ્ડિંગથી મેચને ફેરવવા માટે પણ જાણીતા છે. આ સિવાય તે પોતાના અંગત જીવનને લઈને પણ ઘણી ચર્ચામાં છે. જાડેજાનો જામનગરમાં બંગલો છે, જે કોઈ રાજમહેલથી ઓછો નથી. આ સિવાય તે બંગલામાં સુવિધાઓ છે.

Sep 2, 2021, 09:51 AM IST

વલસાડ પોલીસે લાખો રૂપિયાના ડ્રગ્સ સાથે જામનગરના ત્રણ વ્યક્તિઓની અટકાયત કરી

પોલીસે કારની અંદર ચેકિંગ કરતા 58 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની કિંમત ત 5,83,600 લાખ રૂપિયા છે.
 

Sep 1, 2021, 04:35 PM IST