જરોદ અકસ્માત: મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાની સહાયની કરી જાહેરાત
આજે સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતની ઘટનાના પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શોક વ્યક્ત કર્યો હતો. અને રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારજનોને 4 લાખ રૂપિયા જ્યારે ઇજાગ્રસ્તોને 50,000 રૂપિયાની જાહેરાત કરી છે.
બ્રિજેશ દોશી, ગાંધીનગર: આજે વહેલી સવારે વડોદરા નજીક જરોદ ચોકડી પાસે કાર અને લેલન ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ 4 લોકોના મોત થયા હતા. જ્યારે 5 ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ જરોદ પોલીસ અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસ અને NDRFની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધર્યું હતું. અકસ્માતને લઇને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
ભૂવાઓએ પરિવાર પાસેથી 35 લાખ ખંખેર્યા,કહ્યું; 82 વર્ષ અગાઉ તમારા ઘરે માતા મૂકી છે...
આ પણ વાંચો: અમદાવાદનું SVPI એરપોર્ટ પસંદગીનું એરપોર્ટ બન્યુ! VIPsની અવરજવરમાં સર્જ્યો વિક્રમ
આ પણ વાંચો: હવે ટ્રાફીક ફ્રી બનશે એસજી હાઇવે, વૈષ્ણોદેવી સર્કલ અંડરપાસ ખુલ્લો મુકાયો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube