Paperleak Latest Update રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરાની સ્ટેકવાઇસ ટેકનોલોજીમાં જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાનો મામલા બાદ જેઈઈની પરીક્ષા અટવાઈ હતી. કારણ કે, પેપર કાંડના કારણે ATS દ્વારા સ્ટેકવાઈસ સેન્ટરને સીલ કરવામાં આવ્યું છે. આવતીકાલે આ જ સ્ટેકવાઈસ સેન્ટરમાં JEE ની પરીક્ષા થવાની હતી. ત્યારે સ્ટેકવાઈસમાં પરીક્ષા આપનાર 400 વિદ્યાર્થીઓને અન્ય જગ્યાએ કેન્દ્ર ફાળવ્યું છે. હવે હરણી વિસ્તારમાં આવેલા ઝવેર એસોસિએટમાં કેન્દ્ર ફાળવાયું છે. નેશનલ ટેકનોલોજી એજન્સી દ્વારા આ નિર્ણય લેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુનિયર ક્લાર્કની પરીક્ષાનાં લીક થયેલા પેપરથી વડોદરામાં વધુ એક પરીક્ષાનાં ઉમેદવારોની મુશ્કેલી વધી હતી. કારણ કે પરીક્ષાનું કેન્દ્ર પેપર લીકના માસ્ટરમાઈન્ડની સંસ્થા હતી. 1 ફેબ્રુઆરી, 2023 નાં રોજ યોજાનારી JEEની એન્ટ્રન્સ પરીક્ષા અગાઉ વાલીઓને તેમનાં બાળકોની તૈયારીની ચિંતા થઈ હતી. જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીકનાં માસ્ટરમાઈન્ડ ભાસ્કર ચૌધરીએ લાખો યુવાનોની તૈયારીઓ પર તો પાણી ફેરવી જ દીધું છે, પણ તેની ઠગાઈની જાળ અહીં જ અટકતી નથી. વડોદરામાં બે શૈક્ષણિક સંસ્થા ચલાવતા ભાસ્કર ચૌધરીની સંસ્થા સ્ટેક વાઈસ ટેકનોલોજીમાં જ પહેલી ફેબ્રુઆરીએ JEE- મેઈનની એન્ટ્રન્સ પરીક્ષા યોજાવાની હતી. એક હજાર વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાનાં છે. જો કે તે પહેલાં જ પેપરકાંડ થતા પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ અને તેમનાં વાલીઓની ચિંતા વધી હતી. કેમ કે તપાસ માટે પોલીસે સ્ટેકવાઈઝ ટેકનોલોજીનાં સેન્ટરને સીલ કરી દીધું હતું. 


પેપરલીક કૌભાંડ : સરકાર લાવી શકે છે નવો કાયદો, સરવે માટે ટાસ્ક ફોર્સને અપાઈ સૂચના


પેપરલીક કૌભાંડની આવી હતી મોડસ ઓપરેન્ડી : 5 લાખમાં બહાર આવેલી એક ઝેરોક્ષ 12 લાખની થઈ


એટીએસ અને સ્થાનિક પોલીસ સ્ટેકવાઈસની ઓફિસમાં બે દિવસથી તપાસ કરી રહ્યા છે. સ્ટેકવાઈસ ટેક્નોલોજીની ઓફિસમાંથી પોલીસને પરીક્ષાર્થીઓના આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણીકાર્ડ અને જૂના પ્રશ્નપક્ષો પણ મળ્યા હતા. ભાસ્કર અને કેતન બારોટ સહિતનાં આરોપીઓ આ જ ઓફિસમાંથી પકડાયા હતા. ભાસ્કરનાં ગુનાહિત ભૂતકાળને જોતાં સવાલ ઉભા થયા હતા કે JEE જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાનું કેન્દ્ર તેની સંસ્થાને કેવી રીતે મળી શકે. વાલીઓને ભાસ્કરની સંસ્થામાં યોજાનારી JEEની પરીક્ષામાં પણ ગેરરીતિ થવાની ચિંતા સતાવી રહી હતી. ત્યારે JEEની પરીક્ષા યોજતી સંસ્થા દ્વારા તાત્કાલિક અસરથી કેન્દ્ર બદલી દીધુ છે. 


આ પણ વાંચો : 


અમિત ચાવડા ન ઘરના ન ઘાટના થશે : ભાજપનો મૂડ બદલાયો તો બદલી નાંખશે નેતા વિપક્ષનો કાયદો


વલસાડ પર મોટો ખતરો, ગુજરાતના નક્શામાંથી ગાયબ થતુ બચાવવું હોય તો આ વૃક્ષ બનશે સંજીવની