ઉદય રંજન અમદાવાદ: અમદાવાદના જોધપુર ચાર રસ્તા નજીક આવેલી કાલુપુર કોઓપરેટીવ બેંકના લોકરમાંથી રૂપીયા 16 લાખના દાગીનાની ચોરી થઇ હોવાની ફરિયાદ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં દાખલ થઇ છે. સારીકા ભટ્ટ નામની મહીલાએ આ ફરિયાદ પોલીસ સ્ટેશનમાં કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEO આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના તબીબો પણ જોડાશે


સારીકા ભટ્ટના બેંક લોકરમાંથી 16 લાખના દાગીનાની ચોરી થઈ છે. સારીકા ભટ્ટે પોલીસ ફરિયાદ દાખલ કરાવતા કહ્યું છે કે, છેલ્લા 15 વર્ષથી કાલુપુર કોઓપરેટીવ બેંકમાં તેનું એકાઉન્ટ છે અને બેંકમાં 1457 નંબરનું લોકર ધરાવે છે.જો કે આ મહીલાએ જ્યારે બેંકમાં જઇને લોકરમાં તપાસ કરી હતી ત્યારે તેને જાણવા મળ્યું હતું કે તેમાંથી 64 તોલા સોના ચાંદી અને ડાયમંડના દાગીના ગાયબ છે.જેથી તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.


જુઓ LIVE TV


ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...