VIDEO આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના તબીબો પણ જોડાશે

પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે. 
VIDEO આવતીકાલે તબીબોની દેશવ્યાપી હડતાળ, ગુજરાતના તબીબો પણ જોડાશે

અમદાવાદ: પશ્ચિમ બંગાળમાં તબીબો પર હુમલાના વિરોધમાં ગુજરાતના તબીબો પણ આવતી કાલે હડતાળ પર ઉતારવાના છે. આવતી કાલે સવારે 6 વાગ્યાથી લઈને 24 કલાક માટે તમામ ઓપીડી સેવા બંધ રહેશે. આ બાજુ રાજ્યના ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે ડોક્ટર્સને હડતાળ પર ન જવા માટે અપીલ પણ કરેલી છે. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

અત્રે જણાવવાનું કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા બંગાળના તબીબોને સપોર્ટ કરવા માટે સોમવારે દેશવ્યાપી હડતાળની જાહેરાત કરાઈ છે. આ હડતાળને ગુજરાતના ડોક્ટર્સનું પણ સમર્થન મળેલું છે. આ હડતાળનો મુખ્ય મુદ્દો ડોક્ટર્સની સુરક્ષાનો છે. હડતાળ વચ્ચે પણ જો કે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે પશ્ચિમ બંગાળમાં હડતાળ કરી રહેલા જુનિયર તબીબોએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે આજે મુલાકાત માટે સહમતિ વ્યક્ત કરી. જો કે તેના માટે તેમણે શરત મૂકી છે. તબીબોનું કહેવું છે કે વાતચીત મીડિયા સામે જ થાય. આજે હડતાળનો છઠ્ઠો દિવસ છે. બેઠક સ્થળ મુદ્દે પણ નિર્ણય હજી સુધી થઇ શક્યો નથી. આ અગાઉ હડતાળ પર ઉતરેલા ડોક્ટર તે વાત પર અડેલા હતા કે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વાતચીત માટે એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવવું જોઇએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news