પુર્વ MLA આશાબેનને પાર્ટીમાં રાખવા કે કેમ તેનો નિર્ણય હાઇ કમાન્ડ કરશે: જીતેન્દ્ર બઘેલ
આશા બેનના કોગ્રેસ છોડવા માટે ઘણી વ્યક્તિગત બાબતો હોઇ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, ગઇ કાલની ઘટનાથી કાંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળે છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસની બેઠકમાં તેમણે કાર્યકરોને બુથ વધુ મજબુત કરવા સુચના આપી હતી.
ગૌરવ પટેલ, અમદાવાદ: ઉઝાના પુર્વ ધારાસભ્ય આશા બેન પટેલને પાર્ટીમાં રાખવા કે કેમ તે અંગેનો નિર્ણય હાઇ કમાન્ડ કરશે. ગુજરાત કાંગરાના સહ પ્રભારી જીતેન્દ્ર બધેલે આ નિવેદન આપ્યું હતું. તેઓ આશા બેનને મનાવવાના કાંગ્રેસના નેતાઓના પ્રયાસથી અજાણ તેમણે ભાજપા પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ગાંધીના રાજ્યમાં આ પ્રકારનું વર્તન ઠીક નથી. સાથે જ કહેયું કે લાલચ એ ખોટી વાત છે.
વધુમાં વાંચો: જૂનાગઢમાં માતાએ કર્યો 4 બાળકો સાથે આપઘાત, 2ના મોત
આશા બેનના કોગ્રેસ છોડવા માટે ઘણી વ્યક્તિગત બાબતો હોઇ શકે છે. સાથે જ તેમણે કહ્યું કે, ગઇ કાલની ઘટનાથી કાંગ્રેસના કાર્યકરોમાં ભારે રોષ જોવા મળે છે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસની બેઠકમાં તેમણે કાર્યકરોને બુથ વધુ મજબુત કરવા સુચના આપી હતી. આશા પટેલની ઘટના બાદ પણ તેમણે મહેસાણા લોકસભા જીતવાનો આશા વાદ વ્યક્ત કર્યો હતો. ગાંધીનગર અમદાવાદ પુર્વ અને મહેસાણા લોકસભા બેઠકમાં ગાંધીનગર જિલ્લાની વિધાનસભાનો સમાવેશ થાય છે. લોકસભા માટે કોણે કેટલી દાવેદારી કરી છે તે અંગે બધેલે કોઇ ટીપ્પણી કરી નહીં.