અતુલ તિવારી, અમદાવાદ: શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે બરવાળા અને ધંધૂકામાં માદક દ્રવ્યોના કારણે અસરગ્રસ્ત થયેલ અને હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇને આરોગ્ય પૃચ્છા કરી હતી. બંને મંત્રીઓએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લઇ તેમની પ્રવર્તમાન સ્વાસ્થય સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સમગ્ર મુલાકાતમાં મંત્રીઓ દ્વારા દાખલ દર્દીઓને માનસિક સધિયારો આપવામાં આવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે હોસ્પિટલ તંત્રને દર્દીઓની સારવારને સધન બનાવીને જરૂરી તમામ સગવડો ઉપલબ્ધ કરાવવા માટે તાકીદ હાથ ધરી હતી. માદક દ્રવ્યોના સેવનના પરિણામે શરીરમાં થયેલ અસરોને ત્વરીત નિકાલ કરવા માટે ડાયાલિસીસ મશીન હેઠળ સારવાર માટેની પણ મંત્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રસંગે મંત્રીઓ દ્વારા હોસ્પિટલમા સારવાર હેઠળના તમામ દર્દીઓને સરકાર તેમની પડખે ઉભી હોવાનું જણાવી તેમને ચિંતા ના કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી. તમામ દર્દીઓને હોસ્પિટલ તંત્ર દ્વારા અસરકારક અને સંતોષકારક સારવાર આપવામાં આવી રહી છે. હાલ તમામ દર્દીઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે.


સાવધાન! રાજ્યમાં માત્ર 4 જિલ્લામાં નથી કોરોના કેસ, અમદાવાદ કેસમાં ટોપ પર


અમદાવાદ સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 16 દર્દીઓ સારવાર હેઠળ છે. મંત્રી જીતુભાઈ અને મંત્રી ઋષિકેશ ભાઈએ સિવિલની મુલાકાત લીધી છે, સારવાર અંગે માહિતી મેળવી છે. અત્યારે દાખલ 16 માંથી એક દર્દીની હાલત નાજૂક છે, હાલ વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. ધંધુકાથી દર્દીઓ અમદાવાદ સિવિલમાં સારવાર માટે આવ્યા છે.


કથિત લઠ્ઠાકાંડમાં ZEE 24 કલાક પર EXCLUSIVE માહિતી, જાણો દર્દીઓના બ્લડમાંથી શું મળ્યું?


અત્યાર સુધીમાં 6 દર્દીનું ડાયાલિસિસ પૂર્ણ થયું છે, એક દર્દીનું ડાયાલિસિસ ચાલુ છે. તમામ દર્દીઓ એક જ પ્રકારની સમસ્યાથી સારવાર માટે આવ્યા હોવાથી અલગથી સેમી સ્પેશિયલ વોર્ડ તૈયાર કર્યો છે. તમામ દર્દીઓને C7 વોર્ડમાં સારવાર અપાઇ રહી છે. આજ રાત સુધી દર્દીઓ આવે એવી શક્યતાઓ છે, જો જરૂર પડશે તો વધુ વોર્ડ પણ શરૂ કરવાની તૈયારી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube