Gujarat University Job Scandal અતુલ તિવારી/અમદાવાદ : રાજ્યની સૌથી જૂની ગુજરાત યુનિવર્સીટીમાં રાજકારણ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજ્ય સરકારની મંજૂરીને 5 મહિના વીતવા છતાં ભરતી પ્રક્રિયા ખોરંભાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા 120 જેટલી જુદી જુદી ખાલી જગ્યાઓ ભરવા સરકારે મંજૂરી આપી હતી. પરંતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા આદેશ છતાં ભરતી પ્રક્રિયા અટકાવવામાં અતુષ્ટ રાજકારણીઓ સફળ થયા છે. ગુજરાત યુનિવર્સીટીમાં પોતાના મળતીયાઓને સેટ કરવા માટે ચાલી રહેલા રાજકારણને કારણે ભરતી પ્રક્રિયા અટકી હોવાની ચર્ચાસરકારની મંજૂરીના 5 મહિના બાદ પણ ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં સત્તાધીશો નિષ્ફળ સાબિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત યુનિવર્સીટી સહિત શિક્ષણ વિભાગ પણ ભરતી ક્યારે પૂર્ણ કરાશે એને લઈ અવઢવમાં છે. રાજકારણના ચક્કરમાં ઉમેદવારો ભરતી પ્રક્રિયાથી વંચિત રહેવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર મહિનામાં ભરતી જાહેર કરાઈ હતી. 3 નવેમ્બર સુધીમાં ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 


જો તમે સોનું ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે


92 જુનિયર ક્લાર્ક, સાયન્ટિફિક ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશન, ડેપ્યુટી રજીસ્ટ્રાર, લાઈબ્રેરીયન, સિસ્ટમ એનાલિસ્ટ, સિસ્ટમ એન્જીનીયર, પ્રોગ્રામર, યુનિવર્સીટી એન્જીનીયર, સ્ટેનોગ્રાફર, કમ્પ્યુટર ઓપરેટર, ટેક્નિકલ આસિસ્ટન્ટ સહિત જુદા જુદા ખાલી પદો માટે ભરતી જાહેર થઈ હતી. ડાયરેક્ટર કોલેજ ડેવલપમેન્ટ કાઉન્સિલ, પ્રિન્સિપલ સાયન્ટિફિક ઓફિસર, ડાયરેક્ટર ફિઝિકલ એજ્યુકેશનના પદ પર ગુજરાત યુનિવર્સીટીએ સીધી ભરતી કરવાની હતી. બાકીના પદો પર ભરતી પ્રક્રિયા માટે કસોટી યોજવાની હતી.


સરકાર દ્વારા ખાલી જગ્યાઓ ભરવામાં આવતી હોવાના દાવા વચ્ચે ગુજરાત યુનિવર્સીટીએ ભરતી પ્રક્રિયા પર સતત બે વાર રોક લગાવી છે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા 25 જાન્યુઆરીએ ભરતી પ્રક્રિયા પર રોક લાગવાઈ હતી, દોઢ મહિનો વીતવા છતાં ભરતી પ્રક્રિયા અંગે ઉમેદવારોને કોઈ માહિતી નથી અપાઈ. ગુજરાત યુનિવર્સીટીની ભરતી પ્રક્રિયા સમયસર પૂર્ણ ના થાય તો સરકારે આપેલી મંજૂરી નિશ્ચિત સમયમર્યાદા બાદ ફરી લેવી પડે તેવી સ્થિતિ સર્જાશે.


કરોડો મહિલાઓની સમસ્યા આ ગુજરાતણે દૂર કરી, શોધી કાઢ્યો એવા કાંસકો જેનાથી વાળ નહિ તૂટે