Job Offer : જો તમે સરકારી નોકરીની રાહ જોઈ રહ્યા છો તો એક તક સામે ચાલીને આવી છે. આ નોકરીમાં ધોરણ 10 ને 12 પાસ ઉમેદવારોને નોકરી મળી શકશે. ગુજરાતના વિવિધ શહેરોમાં આંગણવાડીમાં ભરતી નીકળી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આવતી વિવિધ આંગણવાડીઓમાં કુલ 10 હજાર જેટલી નોકરીઓ બહાર પડી છે. આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પર માટેની આ જગ્યાઓ છે. તો ફટાફટ અરજી કરો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરજી કરવા માટે હવે માત્ર 10 દિવસ બાકી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 30 નવેમ્બર 2023 સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. કુલ 10 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જેના માટે તમારી પાસે બહુ જ ઓછા દિવસો એપ્લાય કરવા માટે બાકી રહ્યાં છે. તમે 30 નવેમ્બર, 2023 સુધી એપ્લાય કરી શકો છો. આ માટે તમે e-hrms.gujarat.gov.in વેબસાઈટ પર સંપર્ક કરી શકો છો. 


અંબાલાલ પટેલની ઘાતક આગાહી : વધુ એક વાવાઝોડા માટે તૈયાર રહેજો


એપ્લાય કરવા માટે મહત્વની બાબતો 
ઉંમર મર્યાદા - ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 33 વર્ષ
અરજી કરવાની છેલ્લી તારીખ : 30 નવેમ્બર 2023


શૈક્ષણિક લાયકાત
આંગણવાડી કાર્યકર : ન્યૂનતમ 12મું પાસ
આંગણવાડી હેલ્પર : ન્યૂનતમ 10મું પાસ
આંગણવાડી કાર્યકરનો પગાર : રૂ. 10,000/-
આંગણવાડી હેલ્પરનો પગાર : રૂ. 5500/-


મહિલા અને બાળ વિકાસ મંત્રાયલ દ્વારા જાહેર કરવામાં આવેલી ભરતી માટે અરજી કરાયેલા ઉમેદવારોની પસંદગી દસ્તાવેજોની ચકાસણી અને અંતિમ મેરિટ લિસ્ટ દ્વારા ઉમેદવારો પસંદ કરવામાં આવશે.


ઓર્ગેનિક ખેતીનું જીવતુ જાગતુ ઊદાહરણ છે આ ગુજ્જુ ખેડૂત, ઘર બેસીને ડબલ આવક કરી