તેજશ મોદી/સુરત :સગીરાના યૌન શોષણના મામલે સજા કાપી રહેલા સ્વંય ભૂ બાબા આસારામના દીકરા નારાયણ સાંઈને આજે સુરત સેશન્સ કોર્ટે સજા સંભળાવી છે. નારાયણ સાંઈને આજીવન કેદની સજા ફટકારાઈ છે. નારાયણ સાંઈને દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ઘના કેસમાં કલમ 376(2), 377 અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો છે. પિતા આસારામની જેમ નારાયણ સાંઈને પણ આજીવન કેદની સજા ફટકારાઈ છે. ત્યારે હવે વિવિધ ગુનાઓ આચરનારા પિતા-પુત્ર બંને આજીવન જેલમાં કેદ રહેશે. નારાયણ સાંઈને થયેલી આ સજાથી પીડિતાને ન્યાય મળ્યો હતો. ચુકાદા બાદ પીડિતા તથા તેનો પરિવાર ખુશ થઈને વર્ષોની જંગ બાદ ન્યાય મળ્યાની વાત કરી હતી. કોર્ટે પીડિતાને 5 લાખ સહાય પેટે ચૂકવી આપવા મુખ્ય ગુનેગાર નારાયણ સાંઇને હૂકમ કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અન્ય ચાર આરોપીઓને પણ સજા


નારાયણ સાંઈને કલમ 376(2), 377 અંતર્ગત આજીવન કેદની સજાની સાથે એક લાખનો દંડ ફટકારાયો છે. આ ઉપરાંત અન્ય આરોપીઓ ગંગા-જમનાને 10 વર્ષની સજા તથા 5 હજાર રૂપિયાનો દંડ ફટાકારાયો છે. સાધક કૌશલ ઉર્ફે હનુમાનને પણ 10 વર્ષની સજા ફટાકારાઈ છે. તથા ચોથો આરોપી રમેશ મલ્હોત્રાને પણ 6 મહિનાની તથા 500 રૂપિયાના દંડની સજા ફટકારાઈ છે. 


ચુકાદાને સુપ્રિમ કોર્ટમાં પડકારીશું - આસારામ આશ્રમની પ્રવક્તા 
આસારામ આશ્રમની પ્રવક્તા નિલમ દૂબે કહ્યું કે, સેશન્સ કોર્ટના ચુકાદાને અમે સુપ્રિમ કોર્ટમાં પડકારીશું. યુવતીએ જે પણ નિવેદન આપ્યા હતા, તે મુજબ અમે સીડી, અને ફોટોગ્રાફ રજૂ કર્યા હતા.  ત્યારે નારાયણ સાઈના વકીલ ગુપ્તાએ પણ કહ્યું કે, સેશન્સ કોર્ટના નિર્ણયને અમે હાઈકોર્ટમાં પડકારીશું. હાલ રેપના કેસોને સુપ્રિમ કોર્ટ બહુ જ ગંભીરતાથી લઈ રહી છે. સુપ્રિમ કોર્ટ ભૂલી જાય છે કે, સીજેઆઈ વિરુદ્ઘ પણ આક્ષેપો થયા છે. આજના જમાનામાં કોઈ જ સુરક્ષિત નથી. રેપના કેસમાં કોઈ આઈ વિટનેસ નથી હોતો. અત્યારે તો છોકરીને રાજા હરિશ્ચંદ્રની જબાની મળી છે, એ જે બોલી હોય તે કાયદામાં માન્ય રાખી લેવાનું હોય. આના પરિણામ એટલા ભયંકર આવશે. 


ચુકાદા લખતા સમયે સાંઈ ઉભો થયો હતો
સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો પૂરી થતા જ જજે ચુકાદો લખવાનું શરૂ કર્યું હતું. આ સમયે નારાયણ સાંઈ ઉભો થયો હતો. જજ દ્વારા નારાયણ સાંઈને પૂછવામાં આવ્યું કે, કશું કહેવું છે? નારાયણે કહ્યું હા, મારે કંઈક તો કહેવુ જ છે. ત્યારે નારાયણ સાંઈ પોતાના વકીલ ગુપ્તા પાસે ગયા હતા. પણ, વકીલે તેમને બેસાડી દીધા હતા. જજે નારાયણ સાંઈને કહ્યું હતું કે, તમારે જે પણ કહેવુ હશે તે હમણા જ કહી શકશો, ચુકાદા બાદ કંઈ જ નહિ શકશો. આમ, નારાયણ સાંઈ સતત કોર્ટમાં દલીલ અને અપીલ કરવા માંગતા હતા, જેની તેમના વકીલે ના પાડી હતી. 


આસારામ-સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય 


આસારામ-સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં


સગી બહેનો પર છે રેપનો આરોપ
ખુદને એક ધાર્મિક વ્યક્તિ બતાવનાર નારાયણ સાંઈ પર બંને બહેનોમાંથઈ એકે આરોપ લગાવ્યો હતો કે, તેઓ જ્યારે સુરતમાં 2002 અને 2005ની વચ્ચે આસારામના આશ્રમમાં રહી હતી, ત્યારે સાંઈએ તેમની સાથે દુષ્કર્મ કર્યું હતું. પીડિતની મોટી બહેને પણ 1997 અને 2006ની વચ્ચે અદમદાવાદના આશ્રમમાં રહેવા દરમિયાન આસારામની વિરુદ્ધ આ પ્રકારનો આરોપ લગાવ્યો હતો. 


તેમણે સાંઈ અને આસારામની વિરુદ્ધ અલગ અલગ ફરિયાદો દાખલ કરી હતી. પોલીસે આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર દુષ્કર્મ, યૌન ઉત્પીડન, ગેરકાયદેસર કારાવાસ અને અન્ય અપરાધોના આરોપમાં ફરિયાદ દાખલ કરી હતી. આ કેસમાં નારાયણ સાંઈના ચાર સહયોગીઓની પણ ધરપકડ કરાઈ છે, જેઓને પણ સજાં સંભળાવવામાં આવી શકે છે. 


આવી હતી બળાત્કારી નારાયણ સાંઈની કરમ કુંડળી


સાક્ષીઓની કરાઈ હતી હત્યા
આસારામ અને તેના દીકરાની ધરપકડ બાદ મુખ્ય સાક્ષીઓ પર અનેક હુમલા થયા હતા. ત્રણ સાક્ષીઓની હત્યા કરવામાં આવી છે. જેમાં રાજકોટના એક આર્યુવેદિક ડોક્ટર અમૃત પ્રજાપતિ પણ સામેલ હતા, જેમની તેમના ક્લિનીકની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. પૂર્વમાં આસારામના રસોઈયા રહેલા અખિલ ગુપ્તાની ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં તેના ઘરની બહાર ગોળી મારીને હત્યા કરાઈ હતી. તેના આગામી દિવસે બીજા એક સાક્ષી કૃપાલ સિંહની ગોળી મારીને હત્યા કરાઈ હતી. તો બીજી તરફ નારાયણ સાંઈને જમાનત આપવામાં અને મુક્ત થવામાં મદદ કરવા માટે પોલીસને આઠ કરોડ રૂપિયાની લાંચ આપવાનો પ્રયાસના આરોપ પણ છે. 


ડરી ગયેલા નારાયણ સાંઈએ કોર્ટમાં દલીલો વચ્ચે જજને પત્ર લખ્યો


આસારામ છે રાજસ્થાનમાં કેદ
નીચલી અદાલતે આસારામને તેમના છિંદવાદા સ્થિત ગુરુકુળમાં એક સગીરનું યૌન શોષણ કરવાના આરોપમાં ગત વર્ષે 25 માર્ચના રોજ આજીવન કેદની સજા સંભળાવી હતી. તેના બે સહયોગી શિલ્પી અને શરતને પણ 20 વર્ષની સજા કરાઈ છે. આસારામ આ મામલે સજા કાપી રહ્યો છે. 


નારાયણ સાંઈની સજાની જાહેરાતના પગલે સવારથી જ સુરત સેશન્સ કોર્ટની બહાર ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. લગભગ 100થી વધુ પોલીસનો કાફલો કોર્ટની બહાર બંદોબસ્તમાં ગોઠવાયો છે. નારાયણ સાંઈને પણ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. 


નારાયણ સાંઈ કેસની અથથી ઈતિ : ક્યારે શું બન્યું, જાણો..