બળાત્કારી નારાયણ સાંઈ ને સુરત કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

નારાયણ સાંઇને આજીવન કેદ: બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવીએ નારાયણ સાંઇને આજીવન કેદની સજાનું એલાન કર્યું છે. સુરત સેશન્સ કોર્ટ આજે નારાયણ સાંઈ સહિત પાંચને સજા ફટકારી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે. 

Updated By: Apr 30, 2019, 06:11 PM IST
બળાત્કારી નારાયણ સાંઈ ને સુરત કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

સુરત : બળાત્કારના કેસમાં દોષિત જાહેર કરાયેલા લંપટ નારાયણ સાંઈ અને અન્ય આરોપીઓને આજે સુરત સેશન્સ કોર્ટ સજા સંભળાવી છે. કોર્ટે નારાયણ સાંઈને 26 એપ્રિલના રોજ દોષિત ઠેરવ્યો હતો. એડિશનલ સેસન્સ જજ પી.એસ. ગઢવી સજાનું એલાન કરતાં આજીવન કેદની સજાનો હૂકમ કર્યો છે. સુરત સેશન્સ કોર્ટ નારાયણ સાંઈ સહિત પાંચને સજા સંભળાવી છે. જેમાં ગંગા, જમના, હનુમાન, રમેશ નામના આરોપીઓ પણ સામેલ છે. 

સરકારી વકીલે દલીલમાં શું કહ્યું...
તો બીજી તરફ સરકારી વકીલે દલીલમાં કહ્યું કે, નારાયણ સાઈ ધર્મગુરુ છે, ગુરુનુ સ્થાન પિતા અને ભગવાન કરતા પણ વધુ છે. તેમના લાખો ભક્તો અને અનુયાયીઓ હતા. ત્યારે તેઓ આવુ કૃત્ય કરે તો તેમને કડકમાં કડક સજા થવી જોઈએ. સરકારી વકીલે આજીવન કારાવાસની માંગણી કરી છે. સાથે જ પીડિતાને 25 લાખના વળતરની માંગણી કરી છે. સરકારી વકીલે પોતાની દલીલમાં કહ્યું કે, 30 વર્ષની ઉંમરીથ સાંઈ પ્રવચનો આપતા હતાં, જેમને આરોપી પક્ષના કહેવા પ્રમાણે ઇમેચ્યોર હતાં. 307(2) ની કલમ ઉચ્ચ હોદ્દો ધરાવતા લોકો સામે લગાવાય છે. આવા લોકોએ કાયદાનો ભંગ કર્યો છે અને તેથી જ તમને કડક સજા થવી જોઈએ. દેશમાં 2010માં 22172, 2011માં 24206, 2012માં 24923, 2013માં 33707 અને 2015માં 34651 બળાત્કારના ગુનાઓ બન્યા છે. ફરિયાદીએ ટ્રાયલ દરમિયાન પણ ઘણું સહન કર્યું છે. ભારત આસ્થાઓનો દેશ છે, જેમાં દરેકે ધર્મ, જાતિના લોકો જોડાયેલા છે. આસારામ અને નારાયણના લાખો ભક્તો અને અનુયાયીઓ છે. ગુરુનું સ્થાન ભગવાન અને પિતા કરતા ઊંચું સ્થાન ધરાવે છે, અને જો તે જ વ્યક્તિ આવું કરે તો તેને ક્યારેય છોડી શકાય નથી. 

આ પણ વાંચો : કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નારાયણ સાંઈ તથા અન્ય આરોપીઓને સેશન્સ કોર્ટમાં લઈ જવાયા હતા. જેના બાદ સરકારી વકીલ અને નારાયણ સાંઈના વકીલ વચ્ચે દલીલો શરૂ થઈ હતી. નારાયણ સાંઈના વકીલને તેને ઓછામાં ઓછી સજા થાય તેવી દલીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, સાંઈએ પાંચથી વધુ વર્ષ જેલમાં વિતાવ્યા છે, તેથી તેને ઓછી સજા થવી જોઈએ. તો આ વચ્ચે જ નારાયણ સાંઈને લખવા માટે કાગળ અને પેન આપવામાં આવ્યા હતા. નારાયણ સાંઈએ વકીલ મારફતે જજને લખ્યો પત્ર છે. પોતાને દોષિત જાહેર કર્યા તે બાબતનો ઉલ્લેખ તેણે પત્રમાં કર્યો છે. તેણે પત્રમા લખ્યું કે, દોષિત જાહેર કાર્ય બાબતે પુનઃ વિચાર કરવામાં આવે. અમને સાંભળીને સત્ય બહાર લાવવામાં આવે. યોગ્ય ચકાસણી કાર્ય બાદ ન્યાય કરવામાં આવે. આમ, કોર્ટે નારાયણને દોષિત જાહેર કર્યા બાદ જજને લેખિતમાં અપીલ કરાઈ છે.

Video : ધૂણતા ધૂણતા ભૂવાએ કરી ભવિષ્યવાણી, ભાજપ જીતશે કે કોંગ્રેસ?

આસારામના પુત્ર નારાયણ સાંઈ સામેના દુષ્કર્મ કેસમાં આજે સજાની જાહેરાત થવાની છે. થોડા દિવસો પહેલાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં કોર્ટે આસારામ બાપુના પુત્ર નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો છે. નારાયણ સાંઈ વિરુદ્ધ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં પોતાની સાધિકા પર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ હતી. યુવતીનો આરોપ હતો કે, નારાયણ સાંઈએ તેની સાથે વર્ષ 2002થી વર્ષ 2005 સુધી દુષ્કર્મ આચર્યુ હતું. આ ઘટના બાદ નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. વર્ષ 2013માં નારાયણ સાંઈ પર ગુનો દાખલ કરાયો હતો અને 58 દિવસ બાદ દિલ્હી પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે નારાયણ સાંઈની ધરપકડ કર્યા બાદ કેસની પ્રક્રિયા શરૂ હતી. તે દરમિયાન રૂપિયા 13 કરોડની લાંચ આપવાના ગુના સહિત સાક્ષીઓ પર હુમલો કરાવવાના ગુના પણ નારાયણ સાંઈ વિરુદ્ધ નોંધાયા હતા. આ કેસની સુનાવણી પૂર્ણ થઈ ચુકી છે અને કોર્ટે ચુકાદો સુરક્ષિત રાખ્યો છે. નારાયણ સાંઈએ કેસને નબળો પાડવા માટે અનેક પ્રયાસ કર્યા હતા. 

ગુજરાતમાં 78 વર્ષ અને 47 વર્ષના બાપ બેટા એટલે કે આસારામ અને નારાયણ સાંઈ. આ બાપ-બેટાને નરાધમ બાપ બેટા કહીએ તો પણ કાંઈ જ નવાઈ નથી. કારણે બંન્નેની કરતૂતો પણ કઈંક એવી જ છે. જેના બાદ ખરેખર લોકોને સાધુ સંતો પરથી વિશ્વાસ ઉઠી જાય. જોકે કોર્ટે નારાયણ સાંઈને બળાત્કાર કેસમાં દોષિત જાહેર કરી દીધો છે. ત્યારે હવે તેને કેવી સજા થાય છે તે જોઈએ.

Video : પરિણીત પ્રેમિકાને મળવા ગયેલો પ્રેમી પકડાયો, પછી સાસરિયાઓએ કર્યા બુરા હાલ 

નારાયણ સાંઈની કરમ કુંડળી

 • 6 ઓક્ટોબ, 2013ના રોજ નારાયણ સાંઈ સામે જહાંગીર પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ દાખલ થઇ. સુરતમાં રહેતી બે સગી બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાંઈ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
 • બંને બહેનોને સેવિકા તરીકે આશ્રમમાં રાખ્યા બાદ અલગ અલગ રાજ્યોના આશ્રમમાં લઈ જવામાં આવી હતી અને પછી ત્યાં તેમની લાજ લૂંટવામાં આવી હતી.
 • મોટી બહેન પર વર્ષ 2001થી 2007 સુધી અમદાવાદના મોટેરા આશ્રમમાં આસારામે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે કે, નારાયણ સાંઈએ વર્ષ 2002થી 2005 સુધી પીડિતાઓમાંથી નાની બહેન પર સુરતના જહાંગીરપુરા, પટના અને સાબરકાંઠાના ગાભોઈમાં દુષ્કર્મ કર્યું હતું.
 • મોટી બહેને આસારામ પર ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ નારાયણ સાંઈ ફરાર થયો હતો.
 • 04-12-2013 ના રોજ નારાયણ સાંઈની દિલ્હી પોલીસે ધરપકડ કરી. 6-12-2013નાં રોજ દિલ્હીથી સુરત લાવવામાં આવ્યો.
 • પોલીસ કસ્ટડી દરમિયાન કેસમાં બચવા માટે કરોડો રૂપિયાની લાંચ આપવાનું કાવતરું ઘડ્યું, જેમાં પોલીસ સબ ઇન્સ્પેકટર સહિતના 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. આ દરમિયાન કેસના સાક્ષીઓ પર નારાયણ સાંઈ અને આસારામ બાપુના કથિત સાધકોએ હુમલાઓ પણ કર્યા.  

અમદાવાદ સ્ટેશન પર આજથી 45 દિવસ સુધી કેટલીક ટ્રેન કેન્સલ, વેકેશનમાં ફરવા જનારા ખાસ વાંચી લે આ સમાચાર

 •  પોલીસ દ્વારા નારાયણ સાંઈ સહિત 35 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને તેમની સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી. જેમાં 25 આરોપીઓએ ગુજરાત હાઈકોર્ટમાં ક્વોસિંગ પીટીશન કરી જેમની સામે IPC 212 મુજબ કાર્યવાહી કરાઈ હતી, જેમાં કોર્ટે કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.
 •  નારાયણ સાંઈ, કૌશલ ઠાકુર ઉર્ફે હનુમાન, ર્ધિમષ્ઠા પટેલ, ગંગા પટેલ, રમેશ મલ્હોત્રા, મોહિત ભોજવાણી, મોનિકા અગ્રવાલ, પંકજ ઉર્ફે ચિન્ટુ દેવરા, અજય દિવાન અને નેહા દિવાન સહિત 10 વ્યક્તિ સામે ચાર્જ ફ્રેમ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. 
 •  કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં ફરિયાદ પક્ષ તરફથી 53 અને બચાવ પક્ષ તરફથી 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.
 •  પીડિતાનું મેજિસ્ટ્રેટ સામેનું 164 મુજબનું નિવેદન, મૌખિક પુરવા ઉપરાંત, લેખિત દસ્તાવેજો અને સીડી સહિતના પુરાવાઓની કોર્ટમાં રજુ કરાયા.
 •  તમામ દલીલો પૂર્ણ થતા કોર્ટે ચુકાદો લખવાનું શરુ કર્યું, જેમાં 26મી એપ્રિલના રોજ કોર્ટ ચુકાદો સંભળાવ્યો હતો.