આસારામ નારાયણ સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય

આસારામ અને તેના દીકરા નારાયણ સાંઈ પર તંત્ર મંત્રી કરવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે. પરંતુ તેના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ બંનેના તંત્રમંત્રની ગુપ્ત માહિતી જાહેર કરી હતી. જે તેમની લાલ ટોપી સાથે જોડાયેલી છે.

Updated By: Apr 30, 2019, 12:54 PM IST
આસારામ નારાયણ સાંઈની લાલ ટોપી અને કાજળ પાછળ છુપાયું છે તંત્રમંત્રનું મોટું રહસ્ય

અમદાવાદ :આસારામ અને તેના લંપટ પુત્ર નારાયણ સાંઈ પર તંત્ર મંત્ર કરવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે. આસારામ અને નારાયણ સાંઇ બાપ બેટો બંને તંત્ર મંત્રમાં માહેર હોવાનો પણ દાવો થઇ રહ્યો છે. સુરતની બે સગી બહેનો પર દુષ્કર્મ કરવાના કેસમાં સુરત કોર્ટે નારાયણ સાંઇને દોષિત માન્યો છે અને સજા સંભળાવવા જઇ રહી છે. આ સંજોગોમાં સાંઇના એક પૂર્વ સેવાદાર અને અંગત સચિવ બંનેના તંત્રમંત્રની ગુપ્ત માહિતી જાહેર કરી હતી. જે ચોંકાવનારી છે. જે લાલ ટોપી સાથે જોડાયેલી છે.

આસારામના પૂર્વ સેવાદાર અને અંગત સચિવ રાહુલ સચાને એક સનસનીખેજ ખુલાસો કરીને સૌને ચોંકાવી દીધા હતા. રાહુલે કહ્યું હતું કે, આસારામ બાપુ અને તેનો દીકરા નારાયણ સાંઈ હંમેશા લાલ ટોપી પહેરે છે, જે એક જાદુનું પ્રતિક છે. તેણે એમ પણ કહ્યું હતું કે, બંને બાપ-દીકરા આંખમાં કાજળ લગાવે છે, આ કાજળ વશીકરણ માટે લગાવવામાં આવે છે.

આસારામ-સાંઈનું કરોડોનું છે સામ્રાજ્ય, પણ બાપ-દીકરા બંને જેલમાં 

રાહુલે દાવો કર્યો હતો કે, આસારામ અને નારાયણે તંત્ર-મંત્ર પર બે કરોડ રૂપિયા ખર્ચ કર્યાં છે. તેમને આશા હતી કે, તેના સહારે તેઓ બચી જશે અને જેલથી બહાર આવી જશે. રાહુલે એમ પણ કહ્યું કે, લાલ રંગની ટોપી, જે આસારામ અને નારાયણ પહેરે છે, તેનો ઉપયોગ વશીકરણ માટે કરવામાં આવે છે, જેના પર સવા લાખ મંત્રોનો જાપ કરવામાં આવ્યો છે. આસારામના અન્ય બે નજીકના સહાયકો પણ દાવો કર્યો હતો કે, આસારામ અને નારાયણ ખુદને બચાવવા માટે લાંબા સમયથી કાળા જાદુનો સહાલો લઈ રહ્યાં છે. 

નારાયણ સાંઈની સજા સાથે જોડાયેલા તમામ અપડેટ વાંચો એક ક્લિક પર