જુનાગઢના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને કરાયું અપહરણ, માગી 10 લાખની ખંડણી
જુનાગઢમાં શ્રીજી ઈન્ડસ્ટ્રીઝના માલિક જયંતીલાલ સંઘાણીને એક મહિલા દ્વારા મેસેજ કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા. વેપારી જ્યારે મળવા ગયા ત્યારે મહિલાની સાથે આવેલા અન્ય બે શખ્સોએ ભેગા મળીને જયંતીલાલનું તેમની જ કારમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી મહિલા સાથે તેમના ફોટા પાડીને બદનામ કરવાનું કહી રૂ.10 લાખની ખંડણી માગી હતી.
હનીફ ખોખર/ જુનાગઢઃ ગુરૂવારે જુનાગઢના એક 47 વર્ષના વેપારીને હનીટ્રેપમાં ફસાવીને તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. અપહરણકર્તા તેમની જ કારમાં તેમને ઉઠાવીને ભાગ્યા હતા. પોલીસની સતર્કતાના કારણે અપહરણકારો માત્ર ગણતરીના કલાકોમાં જ ઝડપાઈ ગયા હતા.
જુનાગઢમાં શ્રીજી ઈન્ડસ્ટ્રીઝના માલિક જયંતીલાલ સંઘાણીને એક મહિલા દ્વારા મેસેજ કરીને મળવા બોલાવવામાં આવ્યા હતા. વેપારી જ્યારે મળવા ગયા ત્યારે મહિલાની સાથે આવેલા અન્ય બે શખ્સોએ ભેગા મળીને જયંતીલાલનું તેમની જ કારમાં અપહરણ કરી લીધું હતું. ત્યાર પછી મહિલા સાથે તેમના ફોટા પાડીને બદનામ કરવાનું કહી રૂ.10 લાખની ખંડણી માગી હતી.
સાબરમતી ખાતે બુલેટ ટ્રેનનો મુખ્ય ડેપો બનાવવાનો નિર્ણય, પ્રોજેક્ટની કામગીરી થયો પ્રારંભ
પોલીસને આ ઘટનાની જાણ થતાં સમગ્ર ગુજરાતમાં નાકાબંધી ગોઠવી દેવાઈ હતી. અપહરણકારો જયંતીલાલને લઈને દેવભુમિ દ્વારકા પહોંચ્યા હતા. અહીં દ્વારકાના જામ કલ્યાણપુરના પીએસઆઈ આડેદરાએ હર્ષદ ચેકપોસ્ટ પર શંકાસ્પદ કાર અટકાવીને તપાસ કરતાં અપહરણકારો ઝડપાઈ ગયા હતા.
ગુજરાત પોલીસની સતર્કતાના કારણે જુનાગઢના વેપારી એક મોટી મુસિબતમાંથી ઉગરી ગયા હતા. જુનાગઢ પોલીસે ત્રણેય અપહરણકારોને કબ્જો લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જુઓ LIVE TV....