સાગર ઠાકર/જુનાગઢ :જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપના વોર્ડ નં 6ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું કોરોનાથી નિધન થયું છે. થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં તેઓને રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેના બાદ તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા. સાથે જુનાગઢના અગ્રણી વેપારી પણ હતા. રાજુભાઈ નંદવાણીના નિધનથી સિંધી સમાજ અને ભાજપમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ નહિ જાણો તો પસ્તાશો, 60 વર્ષ બાદ માત્ર મ્યૂઝિયમમાં જોવા મળશે ઘઉંની રોટલીઓ... 


ઉલ્લેખનીય છે કે, છેલ્લાં 24 કલાકમાં જુનાગઢ જિલ્લામાં 31 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. શહેરના 19 અને જીલ્લામાં 12 મળી કુલ 31 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોનાથી 1 અને કોરોના સાથે અન્ય ગંભીર બીમારીના કારણે 3 મળી કુલ 4 મૃત્યુ નોંધાયા છે. તો 24 કલાકમાં 14 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. હાલ જુનાગઢમાં એક્ટિવ કેસ 136 છે. તો આ સાથે જ જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 607 છે. 


રૂપાણી સરકારમાં મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાએ જોર પકડ્યું, કોનું પત્તુ કપાશે અને કોણ નવુ આવશે?


જુનાગઢમાં કોરોના સંક્રમણને લઈને કલેક્ટરે જિલ્લા કક્ષાની સમિતિની રચના કરી છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકની અધ્યક્ષતામાં સમિતિની રચના કરાઈ છે. નાયબ જીલ્લા વિકાસ અધિકારી અને મહાનગરપાલિકાના ચીફ ઓડીટ ઓફિસર આ સમિતિના સભ્ય છે. જિલ્લામાં વધતાં જતાં કોરોના સંક્રમણને લઈને સિવિલ હોસ્પિટલ પર ભારણ વધ્યુ છે. તેથી દર્દીઓની સારવાર સુચારૂરૂપે થઈ શકે અને સિવિલની કામગીરી પર વહીવટી તંત્રનું નિરીક્ષણ રહે તે હેતુથી આ સમિતિની રચના કરાઈ છે. આ સમિતિ દિવસમાં બે વાર સિવિલની રૂબરૂ મુલાકાત કરશે અને તેનો વિગતવાર અહેવાલ વહીવટી તંત્રને આપશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર