ભાવિન ત્રિવેદી/જુનાગઢ :રાજ્યભરમાં આગામી 19 ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે. ત્યારે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. જોકે, આ વચ્ચે અનેક ગ્રામપંચાયત (gram panchayat election) સમરસ થઇ છે. આઝાદી બાદથી આજદિન સુધી ગુજરાતના જે ગામમાં ચૂંટણી યોજાઈ નથી, તેમાં મહિલાઓના હાથમાં સુકાન સોંપાયું છે. આ સાથે જ ગુજરાતમાં મહિલા સશક્તિકરણ (women empowerment) નો નવો અધ્યાય શરૂ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માણાવદર તાલુકાની ચુડવા ગ્રામ પંચાયત સમરસ થઈ છે. આ સાથે જ સુકાન પણ મહિલાઓના હાથમાં સોંપાયુ છે. ચુડગા ગામમાં આઝાદીથી આજ સુધી ચૂંટણી યોજાઈ જ નથી. પરંતુ નાનકડા એવા ચુડવા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા જ એકતા અને મહિલા સશક્તિકરણનું ઉદાહરણ જોવા મળ્યું છે. સમગ્ર પંચાયતનું સુકાન મહિલાઓના હાથમાં સોંપાયું છે. ગામના આગેવાનોએ સર્વ સહમતીથી ગ્રામ પંચાયત સમરસ થાય તેવો નિર્ણય લેવાયો હતો. અને એમાં સરપંચ તરીકે  પ્રફુલાબા હરેન્દ્રસિંહ ઝાલાની પસંદગી કરાઈ હતી. 


આ પણ વાંચો : એક ગુજરાતીના લગ્નની કમાલની કંકોત્રી, લગ્ન બાદ બની જશે ચકલીનો માળો


તો ગ્રામ પંચાયતના સભ્ય તરીકે હસ્મિતાબા ઇન્દ્રવિજયસિંહ ઝાલા, દક્ષાબા કુલદીપસિંહ ઝાલા, નિલમબા રણજીતસિંહ ઝાલા, રેખાબેન વિજયભાઈ કોઠડીયા, રમાબેન પ્રવીણભાઈ વૈશ્ર્નાણી, મેનાબેન મહેશભાઈ સિંધવ, ગંગાબેન નારણભાઈ પરમાર  વરણી કરવામાં આવી હતી. ગઈકાલે માણવાદર તાલુકા પંચાયત ખાતે પોતાનાં ફોર્મ રજુ કરાયા હતા, ત્યારે ચુડવા ગ્રામ પંચાયત સમરસ થતાં સરકારની જે ગ્રાન્ટ આવશે તેનો વિકાસના કામો થશે તેવો મહિલા સદસ્યોએ આશાવાદ વ્યક્ત કર્યો હતો.


ગામના આગેવાનો પૃથ્વીસિંહ ઝાલા, રસિકસિંહ ઝાલા, હરેન્દ્રસિંહ ઝાલા, અશોકસિંહ ઝાલા, જયંતીભાઈ છત્રાળા, સહિતના આગેવાનોએ સર્વસંમતિથી મહિલાઓને સુકાન સોંપ્યુ હતું. 


આ પણ વાંચો : ઘાતક ઓમિક્રોન સામે ચાઈનીસ વેક્સીન બેઅસર, ગુજરાતના પ્રથમ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો


નખત્રાણા પણ મહિલાઓને સુકાન
ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ગ્રામ પંચાયતો સમરસ થવાનું શરૂ થયું છે. કચ્છના નખત્રાણાના મંગવાણા ગ્રામ પંચાયત સમરસ થઈ છે. 15 વર્ષ બાદ મંગવાણા ગ્રામ પંચાયત સમરસ થઈ છે. મંગવાણા ગ્રામ પંચાયતની આખી બોડી મહિલાઓની બનાવાઈ છે. ત્યારે સરપંચ, ઉપસરપંચ સહિતના પદ પર મહિલાઓનો દબદબો જોવા મળ્યો છે. 


વેરાવળ તાલુકાનું બાદલપરા ગામ એક એવું ગામ કે જ્યાં આઝાદી પછી ચૂંટણી થઈ જ નથી, અને છેલ્લી 5 ટર્મ થી ગામ નું સુકાન મહિલાઓને આપવામાં આવ્યું છે, સરપંચ થી લઈને સભ્યો સુધી બધુજ સંચાલન મહિલાઓ કરે છે અને છઠ્ઠી મહિલા સમરસ ટર્મ માટે ફોર્મ ભર્યું છે.