ઘાતક ઓમિક્રોન સામે ચાઈનીસ વેક્સીન બેઅસર, ગુજરાતના પ્રથમ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ડર વચ્ચે આખરે ગુજરાતમાં ઓમિક્રોન (Omicron) વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેથી જામનગર (Jamnagar) આવેલ શખ્સ ઓમિક્રોન પોઝિટિવ નીકળ્યા છે. શનિવારે તેમનો ઓમિક્રોનનો રિપોર્ટ આવતા જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે, આરોગ્ય તંત્રએ તાત્કાલિક બેઠક બોલાવીને એક્શન લેવાની શરૂઆત કરી છે. પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે, આ વૃદ્ધએ ચાઈનીસ રસી (chinese vaccine) ના બે ડોઝ લીધા હતા, બંને ઓમિક્રોન સામે બેઅસર સાબિત થયા છે.
ઘાતક ઓમિક્રોન સામે ચાઈનીસ વેક્સીન બેઅસર, ગુજરાતના પ્રથમ કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો

ઝી મીડિયા/બ્યૂરો :ડર વચ્ચે આખરે ગુજરાતમાં ઓમિક્રોન (Omicron) વાયરસની એન્ટ્રી થઈ ગઈ છે. ઝિમ્બાબ્વેથી જામનગર (Jamnagar) આવેલ શખ્સ ઓમિક્રોન પોઝિટિવ નીકળ્યા છે. શનિવારે તેમનો ઓમિક્રોનનો રિપોર્ટ આવતા જ રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે, આરોગ્ય તંત્રએ તાત્કાલિક બેઠક બોલાવીને એક્શન લેવાની શરૂઆત કરી છે. પરંતુ ચોંકાવનારી બાબત તો એ છે કે, આ વૃદ્ધએ ચાઈનીસ રસી (chinese vaccine) ના બે ડોઝ લીધા હતા, બંને ઓમિક્રોન સામે બેઅસર સાબિત થયા છે.

જામનગરના 72 વર્ષીય વૃદ્ધ 28 નવેમ્બરના રોજ ઝિમ્બાબ્વેથી ગુજરાત આવ્યા હતા. તેના બાદ તેઓ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. આવ્યાના બીજા જ દિવસે 29 નવેમ્બરે તેમનામાં શરદી અને તાવના લક્ષણો દેખાતા તેમણે ટેસ્ટ કરાવ્યો હતો, જે કોરોના પોઝિટિવ આવ્યો હતા. હાઈરિસ્ક દેશો (South Africa) માંથી આવ્યા હોવાથી તેમના સેમ્પલ પૂણેની લેબોરેટરીમા મોકલાયા હતા. જેના બાદ શનિવારે બપોરે તેમનામાં ઓમિક્રોન વાયરસ હોવાની પુષ્ટિ થઈ હતી. પરંતુ આ ઘાતક વાયરસ સામે ચાઈનીસ વેક્સીન બેઅસર સાબિત થઈ છે. 

તેમણએ ચાઈનીસ રસી સાઈનોવેક્સના બે ડોઝ લીધા હતા. તેમ છતા તેઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે તેમના સંપર્કમાં આવેલા તમામ લોકોના ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા, જેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. આમ, ગુજરાતમાં ઓફિશિયલી ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. 

સાબરકાંઠા જિલ્લામાં એમ્રીકોનની દહેશત વચ્ચે સાવચેતી રાખવાની શરૂઆત કરાઈ છે. જિલ્લામાં વિદેશથી આવેલા 7 લોકોને હાઇરિસ્ક કેટેગરીમાં મૂકાયાં છે. ન્યૂઝીલેન્ડ અને યુ.કે. થી આવેલ 7 નાગરિકોને હાઇ રીસ્ક કેટેગરીમાં મૂકાયા છે. ઈડર તાલુકામાં ન્યૂઝીલેન્ડથી આવેલ બે નાગરિક અને હિંમતનગર તાલુકામાં યુકેથી આવેલ પાંચ નાગરિકોને હાઇરીસ્ક કેટેગરીમાં મૂકીને હોમ આઇસોલેટ કરાયા છે. ન્યૂઝીલેન્ડથી આવેલા 2 નાગરિકોના સેમ્પલ લેવાયાં છે. જેમનો રિપોર્ટ આવવાનો બાકી છે. 22 નવેમ્બર પછી જિલ્લામાં વિદેશથી 136 નાગરિકો આવ્યા છે. 

તો બીજી તરફ, ગુજરાતમાં અને મહારાષ્ટ્ર બંને રાજ્યમાં ઓમિક્રોન વેરિયેન્ટના એક એક કેસ નોંધાયા છે. ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા સધન કરી દેવામાં આવી છે. મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા હોય અને ગુજરાત આવતા હોય તેવા મુસાફરોના ભિલાડ ચેકપોસ્ટ પર વેક્સીન સર્ટીફિકેટ ચેક કરવામાં આવે છે. વેક્સીન સર્ટી ના હોય તેવા લોકોના સ્થળ પર જ રેપિડ ટેસ્ટ કરવામાં આવે છે. કોઈ શંકાસ્પદ કેસ દેખાય તો તેને CHC સેન્ટર પર મોકલવામાં આવે છે. ત્યારે ઓમિક્રોન વેરિયન્ટને લઈ તંત્ર અલર્ટ મોડમાં આવી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news