એક ગુજરાતીના લગ્નની કમાલની કંકોત્રી, લગ્ન બાદ બની જશે ચકલીનો માળો
લગ્નની સીઝન ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના લગ્ન શાનદાર રીતે કે બીજા કરતા અલગ અંદાજમાં થાય તે માટે કરોડોના રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ આ વચ્ચે કેટલાક સેવાભાવી લોકો એવા પણ છે જેઓ સેવાના માધ્યમથી લગ્નના પ્રસંગને યાદગાર બનાવે છે. એક તરફ જ્યાં લગ્નમાં લોકો હજારો રૂપિયાની કંકોત્રી (Wedding Card) બનાવતા હોય છે, ત્યારે ભાવનગરના એક પરિવારે એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જેનો સીધો ફાયદો ચકલીને થાય છે. લગ્ન બાદ આ વેડિંગ કાર્ડ ચકલીનો માળો બની જશે, જેમા ચકલી વસવાટ કરી શકશે. હાલ આ કંકોત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :લગ્નની સીઝન ચાલી રહી છે. દરેક વ્યક્તિ પોતાના લગ્ન શાનદાર રીતે કે બીજા કરતા અલગ અંદાજમાં થાય તે માટે કરોડોના રૂપિયાનો ખર્ચો કરે છે. પરંતુ આ વચ્ચે કેટલાક સેવાભાવી લોકો એવા પણ છે જેઓ સેવાના માધ્યમથી લગ્નના પ્રસંગને યાદગાર બનાવે છે. એક તરફ જ્યાં લગ્નમાં લોકો હજારો રૂપિયાની કંકોત્રી (Wedding Card) બનાવતા હોય છે, ત્યારે ભાવનગરના એક પરિવારે એવુ વેડિંગ કાર્ડ બનાવ્યુ છે જેનો સીધો ફાયદો ચકલીને થાય છે. લગ્ન બાદ આ વેડિંગ કાર્ડ ચકલીનો માળો બની જશે, જેમા ચકલી વસવાટ કરી શકશે. હાલ આ કંકોત્રી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચર્ચાનું કેન્દ્ર બની છે.
ભાવનગરના ઉચેડી ગામના શિવાભાઈ રવજીભાઈ ગોહિલના પુત્ર અને પુત્રીના લગ્નમાં ચકલીના માળામાં લગ્ન કંકોત્રી છપાવી છે. તેમણે નિર્ણય કર્યો કે, તેમના દીકરાનુ નિમંત્રણ કાર્ડ યાદગાર રહેવુ જોઈએ અને તે બાદમાં કોઈના કામમાં આવવુ જોઈએ. તેથી તેમણે એવુ કાર્ડ બનાવ્યું, જેનો લગ્ન બાદ પણ ઉપયોગ થઈ શકે. મહેમાનો તેને કચરાની ટોપલીમાં ફેંકવાને બદલા તેને ચકલીના માળામાં બદલી શકશે. આ કાર્ડ બાદમાં ચકલીનો માળો બની જળે, જેમાં નાનકડી ચકલી કે અન્ય નાના પક્ષી ઘર બનાવી શકશે.
આ માટે તેઓ દરેક મહેમાનને કંકોત્રી આપતા સમયે તેનુ મહત્વ સમજાવી રહ્યાં છે, જેના લોકો વખાણ કરી રહ્યાં છે. લગ્નની કંકોત્રીને ચકલીના માળાની સ્ટાઈલમાં છપાવવા માટે તેમણે અનેક પ્રકારે રિસર્ચ કર્યુ હતું. તેના બાદ રાજકોટમાં કંકોત્રી છપાવવામાં આવી હતી. 9 થી13 ડિસેમ્બર સુધી તેમના પુત્ર-પુત્રીના લગ્નના સમાહોર છે. જેના બાદ આ કંકોત્રી કંકોત્રીનો માળો બની જશે.
45 વર્ષીય શીવાભાઈનું કહેવુ છે કે, આ કમાલનો આઈડિયા તેમના દીકરા જયેશનો છે. હકીકતમાં, તેમનો દીકરો જયેશ ઈચ્છતો હતો કે તેના લગ્નના કાર્ડનો ઉપયોગ સારી રીતે થવો જોઈએ. તેની ઈચ્છા હતી કે, આ કાર્ડ બાદમાં વપરાવુ જોઈએ, અને લોકો તેને કચરામાં ન ફેંકે. શીવાભાઈનો પરિવાર પ્રકૃતિપ્રેમી પરિવાર છે. તેઓ કહે છે કે, આપણે પર્યાવરણના અનુકૂળ જીવન જીવવાનો પ્રયાસ કરીએ છીએ.
હાલ તેમના જ ઘરમાં ચકલીના માળાની લગ્ન કંકોત્રીમાં ચકી આવી ગઈ છે. ત્યારે પ્રકૃતિ અને પંખી માટે આ સરાહનીય કાર્ય માટે લોકો શીવાભાઈના વખાણ કરી રહ્યાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે