IMD Alert : જુલાઈના ત્રીજા રાઉન્ડમાં હવે સૌરાષ્ટ્રનો વારો છે. ગઈકાલે ગીરસોમનાથ બાદ આજે જુનાગઢમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. જૂનાગઢના માંગરોળમાં સતત વરસાદથી આભ ફાટ્યું હોય એવી સ્થિતિ છે. જૂનાગઢના માંગરોળમાં સવારથી અત્યાર સુધીમાં 12 ઈંચથી વધારે વરસાદ પડતાં ચારેતરફ હાહાકાર છવાયો છે. લોકોનાં ઘરોમાં, દુકાનોમાં અને વાહનોમાં પાણી ઘૂસ્યા છે. માત્ર સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં જૂનાગઢના માંગરોળમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો જૂનાગઢના માળિયા હાટીનામાં 8 ઈંચ વરસાદ નોંધાયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂનાગઢ જિલ્લામાં અનરાધાર વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે. નદી નાળામાં નવા નીર આવતા લોકો ફસાયા છે. ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તો આ બાજુ માળીયા હાટીના પંથકમાં ભારે વરસાદના કારણે વ્રજમી ડેમના ત્રણ દરવાજા ખોલવાની ફરજ પડી છે. તંત્ર દ્વારા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે. નદીના પટાંગણમાં અવરજવર ના કરવા તંત્ર દ્વારા ખાસ સૂચના અપાઈ છે. સતત પડી રહેલા વરસાદને કારણે વ્રજમી ડેમ ભારે પ્રમાણમાં પાણીની આવક શરૂ થઇ છે. ગીર પંથકમાં ધોધમાર વરસાદને કારણે નદીઓએ ભારે પ્રમાણમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ છે. વ્રજમી નદીનો પ્રવાહ ભારે પ્રમાણમાં વહી રહ્યો છે.


અંબાલાલ પટેલની 7 દિવસની આગાહી : આ મેઘતાંડવ હવે અટકશે નહિ, જુલાઈમાં પહેલીવાર જોવા મળ્યું આવું



  • આજે સવારથી કેટલો વરસાદ 

  • પોરબંદરના કુતિયાણામાં 5 ઈંચ વરસાદ

  • જૂનાગઢના કેશોદમાં 4.5 ઈંચ વરસાદ

  • ગુજરાતના 12 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ

  • ગુજરાતના 17 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ

  • ગુજરાતના 24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ

  • ગુજરાતના 36 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ



 
માળીયા હાટીનાનું જામવાડી ગામ આખું જળબંબાકાર બન્યું છે. જાણે આફતની આંધી સમાન વરસાદ વરસ્યો છે. માળીયા હાટીના પંથકમાં સવારથી જ ભારે વરસાદે જમાવટ કરી છે. આખું જામવાડી ગામ બેટમાં ફેરવાયું છે. સતત અવિરત વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી પાણી છે. તો નીચાણવાળા ઘરોમા વરસાદી પાણી ઘૂસ્યા છે. ઘરવખરી પાણીમાં તણાઈ જતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગૌશાળા પણ વરસાદી પાણી ધુસ્યા છે. આવામાં અબોલ જીવો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. 



માળીયા હાટીના તાલુકામાં સવારથી જ સર્વત્ર વરસાદી માહોલ છે. આ કારણે માધવનગર, પટેલ સમાજ, જલારામ મિલ સહિત વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. કેટલીક દુકાનો મકાનોમાં પામી ઘૂસ્યા છે. તો આ કારણ વ્રજમી ડેમના 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવયા છે. 
ભાખરવડ ડેમ 1 ફૂટ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા ગામડાઓને એલર્ટ કરાયા છે. મેઘલ નદી તેમજ લાઠોદરીયો તેમજ ફલકુંનો વોકળો ગાંડાતૂર બન્યા છે. હજી પણ જુનાગઢની નદીઓમાં પાણી વધવાના જોરમાં છે. હજી પણ જુનાગઢમાં વરસાદ પડવાનું ચાલુ છે. જેથી સરકારી તંત્ર એલર્ટ બન્યું છે. 



જુનાગઢના માંગરોળ તેમજ માળીયા હાટીના પંથકમાં આભ ફાટ્યું છે. મધરાત્રિથી અવિરત ધોધમાર વરસાદ યથાવત છે. માળીયા હાટીના તેમજ માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ છે અને અનેક વિસ્તારોમાં હજી પણ અવિરત વરસાદ પડી રહ્યો છે. જ્યા જુઓ ત્યા પાણી જ પાણી છે. માંગરોળ નજીક આવેલ નોળી નદી તેમજ માળીયા હાટીના મેધલ નદી અને વ્રજમી નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ નદીઓના નીચાણવાણા ગામોને એલર્ટ કરાયા છે. નદીઓના પટાંગણમાં અવરજવર ના કરવા તંત્ર દ્વારા  સુચના અપાઈ છે. 


મુસાફરો આ ધ્યાનમાં રાખજો, ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્રની આ રુટની બસો બંધ કરાઈ