જૂનાગઢ : મનપાની સમાન્ય સભા અને બજેટ સભાની બેઠક યોજાઈ હતી. જેમાં અવસાન પામેલા પૂર્વ મંત્રી તથા કોર્પોરેટરને મૌન પાળી શ્રધ્ધાંજલી અપાયા બાદ ભાજપ અને કોંગ્રેસના નવા કોર્પોરેટરોને પ્રથમ બોર્ડમાં આવકારી બેઠકની શરૂઆત થઈ હતી. જેમાં જનરલ બોર્ડમાં વિકાસના કામો માટે ઠરાવોને મંજૂરી અપાઈ તો બજેટ બોર્ડમાં કોઈપણ વધારાના વેરા વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું. જનરલ બોર્ડ અને બજેટ બોર્ડ દરમિયાન ગૃહમાં ભારે હોબાળો થયો. કોંગ્રેસના મહિલા કોર્પોરેટરને ગેરવર્તણુંક બદલ બોર્ડમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા તો કોંગ્રેસ શહેર પ્રમુખ મંજૂરી વગર બોર્ડમાં ઘુસી આવતાં હોબાળો મચી ગયો હતો. જો કે હોબાળા વચ્ચે એક સારો નિર્ણય પણ લેવાયો અને તમામ કોર્પોરેટરો સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિન માટે  ઝુંબેશ હાથ ધરશે તેવો નિર્ણય લેવાયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AMRELI: શિક્ષકને કોર્ટે કહ્યું ફ્રોડ તમારી ભુલથી થયો તેના માટે બેંક વળતર ન ચુકવી શકે


જૂનાગઢ મનપાની જનરલ બોર્ડ અને બાદમાં બજેટ બોર્ડની બેઠક મળી હતી, તાજેતરમાં પૂર્વ મંત્રી મોહનભાઈ પટેલનું અવસાન થયું હતું. કોર્પોરેટર વિજયભાઈ વોરાનું પણ અવસાન થયું હતું. બેઠકની શરૂઆત પહેલાં બન્ને અવસાન પામેલા નેતાઓને મૌન પાળીને શ્રધ્ધાંજલી અપાઈ હતી, બાદમાં ભાજપના વોર્ડ નં. 15 ના નાગજીભાઈ કટારા અને વોર્ડ નં. 6 ના કોંગ્રેસના લલીતભાઈ પણસારા તાજેતરની પેટાં ચુંટણીમાં ચુંટાઈ આવ્યા હોય અને તેમનું પ્રથમ બોર્ડ હોય બન્ને નવા સભ્યોને આવકારવામાં આવ્યા હતા.


SURAT : 13 વર્ષના આ ટેણીયાઓએ એવું સોફ્ટવેર વિકસાવ્યું કે, વિદેશી વૈજ્ઞાનિકો પણ માંગી રહ્યા છે મદદ


જનરલ બોર્ડની શરૂઆત થતાંની સાથે જ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. પોતાની રજૂઆત નહીં સાંભળતા હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મંજૂલાબેન પણ સારા દ્વારા અપશબ્દો બોલવામાં આવતાં મામલો બીચક્યો હતો. ગૃહના સભ્યોએ બોર્ડ પુરતાં મંજૂલાબેનને સસ્પેન્ડ કરવાની માંગણી કરતાં ગૃહના અધ્યક્ષ મેયર ધીરૂભાઈ ગોહેલે કોંગ્રેસના કોર્પોરેટર મંજૂલાબેન પણસારાના બોર્ડ પુરતાં સસ્પેન્ડ કર્યા હતા.હોબાળા વચ્ચે જનરલ બોર્ડમાં વિકાસના કામોના ઠરાવ મંજૂર કરવામાં આવ્યા અને બજેટ બોર્ડ શરૂ થાય ત્યાં કોંગ્રેસના શહેર પ્રમુખ અમિત પટેલ ગૃહમાં મંજૂરી વગર દોડી આવતાં ફરી ગૃહમાં હોબાળો મચી ગયો હતો અને ગૃહના સભ્યો તથા પોલીસની દરમિયાનગીરી થી કોંગ્રેસ શહેર પ્રમુખ અમિત પટેલને ગૃહની બહાર કાઢવામાં આવ્યા હતા.


આ ગુજરાતમાં શક્ય છે? એક તરફી પ્રેમમાં પાગલે સગીરાને તેના ઘરે જઈ રહેંસી નાંખી


બજેટ બોર્ડમાં કોઈપણ જાતના નવા વેરા વગરનું બજેટ મંજૂર કરવામાં આવ્યું, શાસક પક્ષે આ બજેટને પ્રજાની સેવા માટેનું બજેટ ગણાવ્યું તો વિપક્ષે સંપૂર્ણ વેરા માફીની માંગ કરી હતી જે માન્ય રાખવામાં નહીં આવતાં વિપક્ષે નારાજગી વ્યક્ત કરી હતી. જનરલ બોર્ડ અને બજેટ બોર્ડમાં કોંગ્રેસના મહિલા કોર્પોરેટર અને શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયેલી વર્તણુંકને ગૃહની ગરિમા વિરૂધ્ધ ગણાવી શાસક પક્ષે કાર્યવાહી માટેની કવાયત હાથ ધરી છે.જો કે હોબાળા વચ્ચે એક સારાં સમાચાર એ આવ્યા કે ભાજપના શહેર પ્રમુખ અને કોર્પોરેટર પુનિત શર્માનો પ્રસ્તાવ સર્વાનુમતે સ્વીકાર કરવામાં આવ્યો જેમાં સિનિયર સિટીઝનો માટે પોતાના વોર્ડમાંજ કોરોના વેક્સિન માટેની કોર્પોરેટર દ્વારા જ એક ઝુંબંશ ચલાવવામાં આવે અને વધુમાં વધુ લોકોને વહેલી તકે કોરોના વેક્સિન મળે તેવી વ્યવસ્થા આગામી દિવસોમાં ચુંટાયેલા કોર્પોરેટરો દ્વારા જ કરવામાં આવનાર છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube