જયેશ દોશી/નર્મદા :નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) પાસે બની રહેલ જંગલ સફારીના લોકાર્પણમાં ભારે વિલંબ થઈ રહ્યો છે. ત્યારે આ વચ્ચે જંગલ સફારી (Jungle Safari) વિવાદોમાં ઘેરાઈ ચૂકી છે. જંગલ સફારીમાં લાવવામાં આવનારા કેટલાક ચિમ્પાન્ઝી દાણચોર પાસેથી લાવવાનો પ્રયાસ કરાયો હતો એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા હતા. ત્યારે વિવાદ બાદ કેવડિયા કોલોની ખાતે મીડિયા સાથેની મુલાકાતમાં સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તેમજ વન્ય અને પર્યાવરણ વિભાગ એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવ ગુપ્તાએ ખુલાસો કર્યો હતો કે, દાણચોરી (Smuggling) ની વાત પાયાવિહોણી છે અને જંગલ સફારીનું લોકાર્પણ ટૂંક સમયમાં જ થશે.  


રાજ્યમાં ઠંડી ઘટી, તો આકાશી આફત આવી પડી, આજે ગુજરાતમાં વરસાદની શક્યતા


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિશ્વની સૌથી ઉંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગત વર્ષે થયેલાં લોકાર્પણ બાદ છેલ્લા 13 મહિનાના સમયગાળામાં દેશ-વિદેશનાં અંદાજે 31.5 લાખ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે.  અને વધુ પ્રવાસીઓને આકર્ષવા નવા પ્રકલ્પો બની રહ્યા છે. તે પૈકી એક જંગલ સફારી બની રહ્યું છે. આ જંગલ સફારીમાં દેશ વિદેશના પશુ પક્ષીઓ પણ લાવવામાં આવી રહ્યા છે. ગત મહિને અહીં ત્રણ વિદેશી પશુઓના મોત થયા હતા. જેના બાદ હવે લોકાર્પણમાં પણ વિલંબ થઇ રહ્યો છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....