ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્યમાં સરકારી નોકરીમાં લેવાતી પરીક્ષામાં ડમીકાંડનો મામલો સામે આવ્યા બાદ આ દિશામાં સતત તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે યુવરાજ સિંહ જાડેજાની પણ તોડકાંડ મામલે ધરપકડ કરી હતી. યુવરાજ સિંહના વાળા કાનભા ગોહિલની ધરપકડ કરીને પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. પોલીસે કાનભા પાસેથી 38 લાખ રૂપિયા પણ રિકવર કર્યાં છે. આ કેસમાં વધુ પાંચ આરોપી ઝડપાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુવરાજ સિંહ જાડેજાના સાળાના રિમાન્ડ મંજૂર
પોલીસે તોડકાંડ મામલે યુવરાજસિંહ જાડેજાના સાળા કાનભાની સખત પૂછપરછ કરી હતી. પોલીસે કાનભા ગોહિલ પાસેથી 38 લાખ રૂપિયા પણ જપ્ત કર્યાં છે. ત્યારબાદ કાનભાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે કાનભાના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. પોલીસ હવે કાનભાની વધુ પૂછપરછ કરશે અને આ કેસમાં મોટા ખુલાસા કરશે.


આ પણ વાંચોઃ ગરમી વચ્ચે ફરી રાજ્યમાં આવશે આફત, હવામાન વિભાગે કરી કમોસમી વરસાદની આગાહી


ડમી કાંડમાં વધુ પાંચ આરોપી ઝડપાયા
રાજ્યના ચકચારી ડમી કાંડની તપાસ માટે એસઆઈટીની પણ રચના કરવામાં આવી છે. એસઆઈટી દ્વારા એક બાદ એક આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે. આ કેસમાં વધુ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે હસમુખ પુનાભાઈ ભટ્ટની તળાજાથી અટકાયત કરી છે. જયદીપ બાબભાઈ ભેડા, દેવાંગ યોગેશભાઈ રામાનુજ, યુવરાજસિંહ જીતેન્દ્રસિંહ પરમાર અને જાની હિરેનકુમાર રવીશંકર નામના યુવકની અટકાયત કરી છે. 


આ પણ વાંચોઃ સેલ્ફી લેવાના ચક્કરમાં પગ લપસી ગયો, સાબરમતી નદીમાં ડૂબી જવાથી બે યુવકોના મોત


ચકચારી તોડકાંડ મામલે યુવરજીસિંહ જાડેજા પૂછપરછ ચાલી રહી છે. જેમાં કુલ 6 આરોપી પૈકી કાનભા ઉર્ફે પપુ ગોહિલની સુરતથી ધરપકડ કરાઈ હતી. કાનભાની પૂછપરછ દરમિયાન 38 લાખ જેવી માતબર રકમ પોલીસે રિકવર કરી છે. તોડકાંડ કેસમાં રૂપિયા 1 કરોડ રકમ નામ છુપાવવા મામલે યુવરાજસિંહ જાડેજાએ આ રૂપિયા લીધા હોવાનો આક્ષેપ કરાયો છે. પ્રકાશ ઉર્ફે પીકે તથા પ્રદીપ બારૈયાનું નામ છુપાવવા માટે 1 કરોડની ખડણી માંગી હોવાનું બહાર આવ્યું હતું. જેમાં શિવભદ્ર સિંહ ઉર્ફે શિવભાની વિક્ટોરિયા પ્રાઈમ નામની બિલ્ડીંગ ખાતે આ બેઠક થઈ હતી. જેમાં કમિશન એજન્ટ તરીકે રહેલા ઘનશ્યામ લાધવા અને બિપિન ત્રિવેદી મારફત 1 કરોડ રૂપિયા મેળવ્યા હતા. જે રૂપિયા પૈકીની અમુક રકમ શિવભાએ તેના ગોળીબાર પાસે રહેતા જીત માંડવીયાના ઘરે બેગમા તાળું મારી તે રૂપિયા મુક્યા હોવાની કાનભાએ પોલીસને જાણકારી આપી હતી. જે મુદ્દે પોલીસે કાનભા ગોહીલને સાથે રાખી આ રકમ રિકવર કરી હતી, જેમાં કમિશન પેટે અપાયેલ રકમ મેળવવા પોલીસ પૂછપરછ ચલાવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube