ગુરૂએ સપનામાં આવીને મનાઇ કર્યા બાદ સમાધિ મુદ્દે કાંતિલાલ મુછડીયાએ ફેરવી તોળ્યું
મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધીની જાહેરાત કર્યા બાદ આખરે ફેરવી તોળ્યું છે
હિમાંશુ ભટ્ટ/મોરબી : મોરબીના પીપળીયા ગામના રહેવાસી કાંતિલાલ મુછડીયાએ જીવતા સમાધીની જાહેરાત કર્યા બાદ આખરે ફેરવી તોળ્યું છે. જો કે તેણે સમાધી લેવાની જાહેરાત કરતા જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. કાંતિલાલ પર પોલીસ સતત વોચ રાખી રહી હતી. જો કે વિજ્ઞાન જાથા ઘટના સ્થળે પહોંચ્યું હતું. તેણે આ સમગ્ર મુદ્દે સમજાવટ બાદ અને કાયદાનો દંડો ઉગામ્યા બાદ મુછડીયાએ આખરે ફેરવી તોળ્યું હતું. તેણે સ્વિકાર્યું કે, જે સપના આવ્યા હતા અને પોતાને સમાધિનો આદેશ થયો છે તે વાતો ખોટી છે.
વાહ! દિકરીનાં લગ્ન હશે તો માત્ર એક કોલ અને ફ્રીમાં શાકભાજી તમારા ઘરે પહોંચી જશે
કાંતિભાઇના પરિવારની દયનીય સ્થિતી
કાંતિભાઇનો પરિવાર ખુબ જ દયનીય છે. તેઓ ઘણા લાંબા સમયથી દરિદ્રતામાં જીવી રહ્યા હતા. તેમના બંન્ને દિકરાઓ મજુરી કરે છે, પરિવારની સ્થિતી ખુબ જ દયનીય છે. કાંતિભાઇ જુનાગઢ આશ્રમમાં પણ ગયા પરંતુ ત્યાં સ્થિર નહી થતા પરિવાર નારાજ થયો હતો. જીવનમાં તેઓ પરિવારને ક્યાંય મદદરૂપ થયા નહોતા. માત્ર લોકોનું ધ્યાન ખેંચવા માટે જ તેમણે આવું કર્યું હોવાનું પણ વિજ્ઞાન જાથાએ સ્પષ્ટતા કરી હતી. ત્યાર બાદ તેમણે કાંતિભાઇ મુછડીયાને ગામના ચોકમાં લાવીને લોકોની માફી પણ મંગાવી હતી.
વેરાવળમાં માછીમારોનું મોટુ સંમેલન, સરકાર સહાય જાહેર નહી કરે તો આંદોલનની ચિમકી
જામનગરમાં શાળાઓ મર્જ કરવાનો તખ્તો તૈયાર, વાલીઓ કરી રહ્યા છે વિરોધ
જીવનમાં ક્યારે પણ સમાધી નહી લઉ
કાંતિભાઇ મુછડીયાએ વિજ્ઞાન જાથા અને ગામના લોકોની હાજરીમાં માફી માંગતા કહ્યું કે મારા કારણે કોઇને કંઇ મનદુખ થયું હોય તો હું માફી માંગુ છું. મને મારા ગુરૂએ સમાધિ લેવાની ના પાડી છે. માટે હું હવે ક્યારે પણ જીવનમાં સમાધિ લઇશ નહી. મને જે ગુરૂએ સમાધિનો આદેશ આપ્યો હતો તેમણે હવે સમાધિ નહી લેવાનો આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. તેથી હવે તેઓ ક્યારે પણ સમાધિ નહી લે તેવી જાહેરાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube