વાહ! દિકરીનાં લગ્ન હશે તો માત્ર એક કોલ અને ફ્રીમાં શાકભાજી તમારા ઘરે પહોંચી જશે

દીકરીના લગ્ન નજીક હોય ત્યારે પરિવાર ના સૌકોઈ લોકોની ચિંતા વધી જતી હોય છે. સેપ્ટીપીનથી લઇ સોનાના દાગીના સુધી, જાન આગમનથી લઇ જાન વિદાય સુધી પરિવારજનોના જીવ અધરતાલ હોય છે. જો કે ત્યારે ક્યાંક આ જવાબદારીને ઓછી કરવા રાજકોટના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. આ યુવાનો દ્વારા અનોખો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 
વાહ! દિકરીનાં લગ્ન હશે તો માત્ર એક કોલ અને ફ્રીમાં શાકભાજી તમારા ઘરે પહોંચી જશે

રક્ષીત પંડ્યા/રાજકોટ : દીકરીના લગ્ન નજીક હોય ત્યારે પરિવાર ના સૌકોઈ લોકોની ચિંતા વધી જતી હોય છે. સેપ્ટીપીનથી લઇ સોનાના દાગીના સુધી, જાન આગમનથી લઇ જાન વિદાય સુધી પરિવારજનોના જીવ અધરતાલ હોય છે. જો કે ત્યારે ક્યાંક આ જવાબદારીને ઓછી કરવા રાજકોટના સેવાભાવી યુવાનો આગળ આવ્યા છે. આ યુવાનો દ્વારા અનોખો એક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. 

દીકરીના લગ્ન સમયે દીકરીના પિતા અને પરિવાર પર અનેક જવાબદારી નો બોજો જોવા મળતો હોય છે. આ સમયે રાજકોટ ના સેવાભાવી યુવાનો નિશુલ્ક અને નિસ્વાર્થ સેવા કરવા આગળ આવ્યા છે. રાજકોટ ના ઝીક્સ ગ્રુપના યુવાનો એ એક નવો વિચાર કરી નવી સેવા શરુ કરવા નિર્ણય કર્યો છે. રાજકોટ શહેર ઉપરાંત સમગ્ર રાજ્ય અને મુંબઈ માં દીકરી ના લગ્ન હોય તો આ સમયે તેમના લગ્ન સ્થળ સુધી નિશુલ્ક શાકભાજી પહોચાડવા નક્કી કર્યું છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ મારફત સંપર્ક કરી દીકરીના લગ્નની કંકોત્રીનો ફોટો અને શાકભાજીનું લીસ્ટ એક મહિના અગાઉ મોકલી આપનારને સેવા આપવામાં ઝીક્સ ગ્રુપ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે.

રાજકોટ સહીત રાજ્યભરમાં અને મુંબઈમાં શાકભાજીની ફ્રી હોમ ડીલેવરી કરતા યુવાનોએ સાથે બેસી એક અનોખો વિચાર આવ્યો અને એ વિચાર અમલમાં મુક્યો છે. ઝીક્સ ગ્રુપના યુવાનોને દીકરીના લગ્પન સમયે પરિવાર સમયે ચિંતામાં રહેતા પિતા અને પરિવારની ચિંતા ઓછી કરવા નક્કી કર્યું અને સોસીયલ મિડિયા મારફત કોન્ટેક્ટ કરી એક મહિના અગાઉ જાણ કરી રજીસ્ટ્રેશન કરાવવા આહ્વાન કર્યું છે. જાહેરાત થતાની સાથે જ આ સેવાને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ૬ દિવસમાં ૧૦,૦૦૦ બુકિંગ મળ્યા હોવાનું યુવાને જણાવ્યું હતું. એમબીએ સુધી અભ્યાસ કરનાર આ યુવાને સમાજની સેવા કરવાનું નક્કી કર્યું હતું અને પોતાના જ કામ ને લગતી સેવા શરુ કરવા નિર્ણય કર્યો છે. 

 

કોઈ પણ સેવા ની વાત હોય ત્યારે તેમાં રાજકોટ શહેર અગ્રેસર જરુર જણાય છે. સેવાની વ્યાખ્યામાં રાજકોટ ની આ ટીમે જરા હટકે અંદાજ અપનાવ્યો છે. ત્યારે દીકરી ના પિતા ની ચિંતા વિચારી નિશુલ્ક અને નિસ્વાર્થ સેવા કરવા નો આ વિચાર આજના યુવાનો માં જોવા મળ્યો તે બાબત રાજકોટ સહીત સમગ્ર ગુજરાત માટે ગર્વ ની બાબત કહી શકાય. ત્યારે હાલમાં ૫૦ સભ્યો ની ટીમ થી સેવા શરુ કરનાર આ યુવાનો ધીમે ધીમે આ સેવા અન્ય રાજ્યોમાં શરુ કરવા ઈચ્છા દર્શાવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news