તેજશ મોદી/સુરત: લોકસભાની ચુંટણીની તારીખો ભલે હજુ સુધી જાહેર નથી થઇ પરતું દેશમાં ચુંટણીનો માહોલ જરૂરથી દેખાય રહ્યો છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફરીથી જીતાડવા માટે નમો અગેઇનનું કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સુરતથી શરુ થયેલુ કેમ્પેઈનમાં અત્યાર સુધી ટોપી, ટીશર્ટ, જેકેટ, લગ્નની કંકોત્રી સુધી જ સીમિત રહ્યું નથી. મહિલાઓ જે રીતે નરેન્દ્ર મોદીને પસંદ કરી રહી છે. તેને પગલે મહિલાઓ માટે ખાસ કુર્તીઓ તૈયાર કરવામાં આવી છે. જેનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નમો અગેઇન....નમો અગેઇન... આ શબ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે સુરત આવ્યા હતાં. મોદી અગેઇનના સુત્રોચાર જબરદસ્ત રીતે શરુ થયા હતાં. સુરતથી લઇ દેશના અનેક રાજ્યોમાં લોકોએ આ શબ્દોને જાણે કે, જીતનો મંત્ર બનાવી લીધો છે. ટોપી, ટીશર્ટ, જેકેટ પર આ શબ્દો લખવામાં આવી રહ્યા છે, તો કેટલાક લોકોએ તો પોતાના ધંધા-વેપારની બિલ બુક પર પર આ સ્લોગન છપાવ્યું છે. તો લગ્નની કંકોત્રી ઉપર પણ મોદીને સમર્થન આપવાની અપીલ કરવામાં આવી હતી. 


માતૃપ્રેમ: સિંહણે ઉછરેલા દીપડાના બચ્ચાનું 45 દિવસ બાદ મોત


ત્યારે મહત્વની વાત એ છે કે જેટલા પુરુષો નરેન્દ્ર મોદીના ચાહક અને સર્મથક છે તેટલી જ મહિલાઓ પણ મોદીની જબરદસ્ત ફેન છે, અને તેથી જ સુરતમાં મહિલાઓ માટે ખાસ નામો અગેઇન કુર્તી તૈયાર કરવામાં આવી છે. 600થી લઇ 1600 રૂપિયા અને તેથી વધુની કિંમતની કુર્તીઓ તૈયાર કરનાર સોનલનું કહેવું છે કે દરેક ઉંમરની મહિલાઓ આ કુર્તી પહેરી શકે તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. ખાદી કોટન અને સ્લબ મટિરિયલ માંથી બનેલી આ કુર્તીઓમાં અલગ અલગ વેરાયટી પણ છે. લોંગ કુર્તી, સોર્ટ ટ્યુનિક, વુમન શર્ટસ પ્રકારની કુર્તીઓ પર નામો અગેઇન ખાસ એમ્બ્રોઇડરી વર્ક કરી લખવામાં આવ્યું છે.


નમો અગેઇન લખેલી જુદી જુદી ડિઝાઇન અને ખાસ કરીને પીએમ મોદીનો ખાદી પ્રત્યેના પ્રેમ જોઈ તૈયાર કરાયેલા આ કુર્તી મહિલાઓ ખુબ પસંદ કરી રહી છે. તેમાં પણ ખાસ કરીને યુવા વર્ગને આ કૃતિ ખુબ ગમી રહી છે. કુર્તી ખરીદનાર કોલેજગર્લ સૌથી વધારે છે. તેમનું કહેવું છે કે નરેન્દ્ર મોદીએ પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન દેશ માટે ખુબ કામ કર્યું છે, મહિલાઓ માટે, શિક્ષણ, રોજગાર ઉપરાંત સેના માટે જે કામ કર્યું છે, તે આગામી દિવસોમાં પણ તેઓ કરતા રહે તેથી નરેન્દ્ર મોદીને સમર્થન આપવા તેઓ આ કુર્તી ખરીદી રહ્યા છે. ત્યાં એવી પણ મહિલાઓ છે જેને રાજનીતિના આટાપાટાની કઈ ખબર નથી, પરતું તેમનું માનવું છે કે મોદી દેશના રીયલ હીરો છે.


[[{"fid":"202967","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Namo-Again-2.jpg","field_file_image_title_text[und][0][value]":"Namo-Again-2.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Namo-Again-2.jpg","field_file_image_title_text[und][0][value]":"Namo-Again-2.jpg"}},"link_text":false,"attributes":{"alt":"Namo-Again-2.jpg","title":"Namo-Again-2.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


નમો અગેઇન કુર્તીનું દરરોજ મોટી સંખ્યામાં વેચાણ થઇ રહ્યું છે. મહિલાઓ પોતાની અલગ અલગ ડીમાંડ લઈને પણ સોનલ ગંગવાની પાસે જઈ રહ્યા છે. હાલમાં તેમને મોટી સંખ્યામાં નામો અગેઇન કુર્તીનો ઓર્ડર પણ મળી રહ્યો છે. તેને જોતા એકવાત તો સ્પસ્ટ છે કે, નરેન્દ્ર મોદીની મહિલા સર્મથકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે કહી શકાય છે કે, નરેન્દ્ર મોદીને પીએમ બનાવવા મહિલાઓ પણ ખુલીને સમર્થન આપી રહી છે. અને કહી રહી છે નમો અગેઇન...