કેશુભાઈ પટેલ વધુ એક વર્ષ માટે સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ રહેશે, બેઠકમાં લેવાયો નિર્ણય
આજે ઓનલાઈન શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં પીએમ મોદી, અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી હાજર રહ્યા હતા.
ગીર સોમનાથઃ આજે શ્રી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ઓનલાઇન બેઠક યોજાઇ હતી. જેમાં ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલ, પ્રધાનંત્રી નરેન્દ્ર મોદી, લાલકૃષ્ણ અડવાણી, અમિત શાહ, જેડી પરમાર, હર્ષવર્ધન નેવેટીયા અને સેક્રેટરી પીકે લહેરી હાજર રહ્યાં હતા. ટ્રસ્ટની બેઠકમાં વર્ષ 2019-20ના ઓડીટ કરેલા હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી. ગત વર્ષે ટ્રસ્ટની આવક 46.29 કરોડ રૂપિયા રહી તો તેની સામે 35.80 કરોડનો ખર્ચ થયો હતો. તો ટ્રસ્ટની બેઠકમાં આગામી એક વર્ષ માટે પ્રમુખ તરીકે સર્વાનુમતે કેશુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
તો બેઠકમાં આ વર્ષે કોરોના મહામારીને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા 2.62 કરોડના કોરોના રાહત ખર્ચને બહાલી આપવામાં આવી હતી. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં એક કરોડ રૂપિયાનું દાન કરવામાં આવ્યું તેની નોંધ પણ લેવામાં આવી હતી.
Corona Update: રાજ્યમાં નવા 1390 કેસ, 11 લોકોના મૃત્યુ, 1372 દર્દી સાજા થયા
તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોલોક ધામના વિકાસ અંગે દ્વાપર યુગમાંથી કળીયુગમાં પરિવર્તન અંગે ભગવાન શ્રીકૃષ્ણ વૈકુંઠ અંગે તેમજ ભારતીય કાળગણના અંગે વૈજ્ઞાનિક આધારો સાથએ વિકાસલક્ષી પ્રોજેક્ટ તૈયાર કરવાનું સુચન કરવામાં આવ્યું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube