Surat Heavy To Heavy Rains, પ્રશાંત ઢીવરે/સુરત:સુરત શહેરમાં ખાડી પુરની સ્થિતિ સર્જાય છે. લિંબાયત વિસ્તારમાં ખાડીપુર સર્જાતા વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્ય સર્જાયા છે. ખાસ કરીને લીંબાયત મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. જેને લઇને લોકોને વારે હાલાકી પડી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ શહેરમાં કાલે સ્કૂલ-કોલેજોમાં રજા! 7 ઇંચ વરસાદથી રસ્તાઓ બન્યા દરિયો, ઘરોમાં ઘૂસ્યાં


સુરતમાં ચાર દિવસથી અવિરત વરસાદ વરસી વરસી રહેલા વરસાદએ સુરતની સુરત બદલી નાખી છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને લઈ સુરત શહેરની વિવિધ ખાડીઓ ભય જનક સપાટી વટાવી ચૂકી છે લિંબાયત વિસ્તાર માંથી પસર થતી મીઠી ખાડી ભય જનક સપાટી વટાવી દેતા ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળ્યું છે. 


દમણના દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ, ઊંચા મોજા ઉછળ્યા; સહેલાણીઓ માટે જોખમી


મીઠી ખાડી વિસ્તારમાં રહેતા 10થી થી વધુ લોકો પૂરગ્રસ્ત થઈ ગયા છે.તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં લોકાનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. મીઠી ખાડીમાં રહેતા લોકોને સાથે આવવા રેસ્ક્યુ ટીમ અપીલ કરી રહી છે. ફાયર વિભાગ દ્વારા 40 થી વધુ પરિવારોનાં રેસ્ક્યુ કર્યા છે. મીઠી ખાડી 9 મીટરની સપાટીએ પહોંચી ગઈ છે. ભયજનક સપાટીથી અડધો મીટર દૂર છે. આથી લિંબાયત વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રેસ્ક્યુ ટીમ જોડાઈને બોટમાં બેસીને અલગ અલગ વિસ્તારોમાં ફરી પળેપળની અપડેટ્સ આપી રહી છે. સાથે જ લોકોનું રેસક્યુ કરી તેમને સલામત રીતે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. 


પોરબંદરમાં મેઘરાજાએ 1982-83ના પૂરની યાદ અપાવી! સાત જ દિવસમાં 35 ઈંચથી વધુ ખાબક્યો


સુરત શહેર દક્ષિણ ગુજરાતમાં જે રીતના મેઘ રાજા વરસી રહ્યા છે. ઉપર વાસમાં પડી રહેલા વરસાદને કારણે સુરત શહેરની વિવિધ ખાડીઓ બન્ને કાંઠે વહેતી થઈ છે. ખાડીનું પાણી લોકોના ઘરોમાં ફરી વળતા લોકોને ભારે હાલાકીઓ પડી રહી છે. લોકોના કામ ધંધા ઠપ થઈ ગયા છે.લોકોને પોતાના જ ઘરમાં પુરાઈ જવાનો વારો આવ્યો છે હાલ સુરત મહાનગરપાલિકા,ફાયર વિભાગ સહિત શહેર પોલીસ દ્વારા બચાવી કામગીરી કરવામાં આવી રહી છે.