વરસાદી માહોલ વચ્ચે દમણના દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ, ઊંચા મોજા ઉછળ્યા; સહેલાણીઓ માટે જોખમી

ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નાની દમણ ના દેવકા બીચ પર પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. 

વરસાદી માહોલ વચ્ચે દમણના દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ, ઊંચા મોજા ઉછળ્યા; સહેલાણીઓ માટે જોખમી

Daman Heavy Rains: રાજ્યના પડોશમાં આવેલા દમણમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દમણનો દરિયો ગાંડોતુર બન્યો હતો. આજે દરિયામાં બીજની મોટી ભરતી હતી. ભરતી વખતે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા. દમણના દરિયા કિનારે પ્રચંડ મોજાઓની વચ્ચે પણ કેટલાક પર્યટકો જોખમી અંતરે જોવા મળ્યા હતા. 

ચોમાસામાં દરિયો તોફાની રહેતો હોવાથી સલામતીના ભાગરૂપે પ્રશાસન દ્વારા દરિયા પર પર્યટકોને નીચે જવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. નાની દમણ ના દેવકા બીચ પર પ્રશાસન દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. 

જોકે તેમ છતાં કેટલાક પર્યટકો આવા તોફાની માહોલમાં પણ રીલ બનાવવાની અને સેલ્ફી લેવાની ઘેલછામાં દરિયાકિનારા નજીક જોખમી અંતરે જોવા મળ્યા હતા. આજે દરિયામાં મોજાઓને કારણે દરિયાદેવનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news