પોરબંદરમાં મેઘરાજાએ 1982-83ના પૂરની યાદ અપાવી! સાત જ દિવસમાં 35 ઈંચથી વધુ ખાબક્યો

સૌરાષ્ટ્રમાં મેઘરાજા ઓળઘોળ થઈને વરસી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં એકસાથે 35 ઈંચ વરસાદ ખાબકી જતા પૂરની સ્થિતિ સર્જાઈ છે. એક દિવસના વિરામ બાદ આજે વહેલી સવારથી પોરબંદરમાં ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. 

પોરબંદરમાં મેઘરાજાએ 1982-83ના પૂરની યાદ અપાવી! સાત જ દિવસમાં 35 ઈંચથી વધુ ખાબક્યો

Monsoon Flood In Porbandar, અજય શીલુ/પોરબંદર: પોરબંદર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન રેકોર્ડ બ્રેક 35 ઇંચ જેટલો વરસાદ ખાબકયો છે. જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી વરસાદ ધીમો પડ્યો છે. આમ છતાં હજુ અનેક જગ્યાએ પાણી ભરાયેલ છે. પોરબંદરમાથી પાણીના નિકાલ માટે કલેકટર દ્વારા સાંઢીયા ગટર વડે પાણીના નિકાલ માટે તેના પરના દબાણો દૂર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર પરિસ્થિતિને પહોંચી વળવા કરાયેલ તથા કરવામાં આવનાર કામગીરી અંગે પોરબંદર જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી જાણકારી આપી હતી.

પોરબંદર જિલ્લામાં છેલ્લા એક સપ્તાહની અંદર રેકોર્ડ બ્રેક કહી શકાય તેવો ભારે વરસાદ વરસ્યો છે.ભારે વરસાદના કારણે પોરબંદર જિલ્લામાં સ્થળ ત્યાં જળની પરિસ્થિતિ જોવા મળી હતી. જિલ્લાના ઘેડ પંથકના ગામો તથા બરડા પંથકના ગામો તેમજ પોરબંદર શહેરમાં પણ મોટા ભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જિલ્લામા છેલ્લા બે દિવસથી વરસાદ ધીમો પડ્યો છે. 

આમ છતાં ગ્રામ્ય વિસ્તારોમાં તથા પોરબંદર શહેરના અનેક રસ્તાઓ તથા નીચાણવાળા વિસ્તારમાં હજુ પાણી ભરાયેલ છે.પોરબંદર જિલ્લા કલેકટરે પોરબંદર શહેરમાંથી પાણીના તત્કાળ નીકાલ માટે પોરબંદરમાં વર્ષો પૂર્વે કાર્યરત સાંઢીયા ગટર કે જેના પર અનેક અડચણો હતી તેને દુર કરવા પગલાં ભર્યા છે. જિલ્લા કલેકટરે પોતે આ સાંઢીયા ગટર જ્યાંથી શરુ થાય છે ત્યાથી લઇને તેના છેવાડા નિકાલ સ્થળની આશરે 3 કિલોમીટર પગપાળા ચાલીને નિરીક્ષણ કરી જાણકારી મેળવી હતી. 

પોરબંદર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેકટરે પ્રેસ કોન્ફરન્સ યોજી પાણીના નિકાલ માટે કરવામાં આવેલ કામગીરી અને આગામી સમયમાં પાણીના નિકાલ માટે કરવામાં આવનાર કામગીરી અંગે જાણકારી આપી હતી. પોરબંદર જિલ્લા કલેકટર જિલ્લા પોલીસવડા સહિત વહીવટી તંત્રને સાથે રાખી જિલ્લા કલેકટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

આ પ્રેસ કોન્ફરન્સમા જાણકારી આપતા કલેકટર કે.ડી લાખાણીએ જણાવ્યું હતું કે,પોરબંદરમાં કચરા અને ગંદકીના નિકાલ માટે જામનગર તથા રાજકોટ કોર્પોરેશનમાંથી મશીનરી અને મેનપાવરની ટીમો મંગાવાઇ છે.અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શેલ્ટર હોમ સહિતના સલામત સ્થળે રાખી તેઓ માટે ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

પોરબંદર જિલ્લામાં વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર દ્વારા હાલમાં પુર ઝડપે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી વરસાદ ધીમો પડતા પાણી નિકાલ હવે વહેલું થાય તેમ લાગી રહ્યું છે ત્યારે હાલ તો રાજ્ય સરકાર સાથે સંપર્કમાં રહીને તંત્ર કામગીરીમાં લાગ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news