Kheda News નચિકેત મહેતા/ખેડા : ખેડાના ઠાસરામાં ગઈકાલે શીવજીની સવારી પર પથ્થરમારો કરનાર કુલ 11 આરોપીઓની ઠાસરા પોલીસે ધરપકડ કરી છે. ઠાસરામાં થયેલ પથ્થરમારા અંગે મોટા સમાચાર એ છે કે, પથ્થરમારાની ઘટનામાં 11ની ધરપકડ કરાઈ છે. ગઈકાલે શિવજીની યાત્રા પર પથ્થર મારવાનો મામલામાં ત્રણ જેટલી એફઆઇઆર નોંધવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગઈકાલે બનેલી ઘટનામાં કુલ ત્રણ ફરિયાદ નોંધાઈ
ઠાસરામાં શિવજીની શોભાયાત્રામાં હિંસક પથ્થરમારાની ઘટનામાં કુલ ત્રણ પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. મુસ્લિમ ફરિયાદીએ 1500 હિંદુઓના ટોળાં સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે, તો બીજી તરફ હિંદુ ફરિયાદીએ 17 મુસ્લિમ લોકોના નામ જોગ અને અન્ય 50 મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ઠાસરા પોલીસ મથકના પોલીસ કર્મચારીએ પોલીસ પર પથ્થરમારો કરી સરકારી કામગીરીમાં દખલ કરનાર લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ચાર શખ્સો સામે નામજોગ અને 70 મુસ્લિમ લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ દાખલ કરાઈ છે. 


મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી નર્મદા નદી તોફાની બની, ડેમના 5 દરવાજાથી પાણી છોડાયું


એફઆઇઆર ના આધારે પોલીસે કરી 11 લોકોની ધરપકડ


  • સૈયદ નિયાઝઅલી મહેબુબઅલી, 

  • પઠાણ ઈમરાનખાન અલીખાન

  • સૈયદ ઈર્શાદઅલી કમરઅલી, 

  • સૈયદ શકીલ અહેમદ આસીફઅલી

  • મલેક શબ્બીરહુસૈન અહેમદમિયાં, 

  • સૈયદ મહંમદઅમીન મનસુરઅલી

  • સૈયદ મહંમદકૈફ લિયાકતઅલી, 

  • તોહીદ પઠાણની ધરપકડ 

  • શોબીન પઠાણ,

  • કાસીમ પઠાણ,

  • માનાની ધરપકડ


દિલ્હીથી બે IAS ઓફિસરને આવ્યો બુલાવો, ગુજરાતના બંને અધિકારીઓને અપાયું ખાસ પોસ્ટિંગ


ગોંડલમાં બે માસુમ બાળકોના એકસાથે મોત, પિતા શંકાના ઘેરામાં, રોજ દરગાહ જમવા લઈ જતો