ચુંદડીવાળા માતાજીએ અનેક ચમત્કારો કર્યા છે, જે સામાન્ય રીતે અશક્ય લાગે
સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજી (chundadi vala mataji) ના નામે ઓળખાતા અન્ન અને જળ વગર છેલ્લા 80 વર્ષથી રહેલા પ્રહલાદ જાની ગઈકાલે દેવલોક પામ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.
હિતલ પારેખ/ગાંધીનગર :સમગ્ર વિશ્વમાં નોખા વ્યક્તિ તરીકે જીવન ગુજારનાર અને ચુંદડીવાળા માતાજી (chundadi vala mataji) ના નામે ઓળખાતા અન્ન અને જળ વગર છેલ્લા 80 વર્ષથી રહેલા પ્રહલાદ જાની ગઈકાલે દેવલોક પામ્યા છે. યાત્રાધામ અંબાજી નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જીવન જીવતા ચૂંદડીવાળા માતાજી 92 વર્ષની ઉંમરે બ્રહ્મલીન થયાં છે. વતન માણસાના ચરાડા ગામે મંગળવારે રાતે 2.45 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. બે દિવસ સુધી ભક્તો આશ્રમ ખાતે તેમનાં દર્શન કરી શકશે. એ પછી ગુરુવારે માતાજીને સમાધિ આપવામાં આવશે.
કોરોનાની સત્ય હીકકત છુપાવવા ગુજરાત સરકારે નવા રંગરૂપ સાથેની પ્રેસનોટ જાહેર કરી
પ્રહ્લલાદ જાનીનો જન્મ ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના ચરાડા ગામે થયો હતો. 11 વર્ષની ઉંમરે માતાજી આવતા માતાજીના આશીર્વાદથી અન્ન અને જળનો ત્યાગ કર્યો. છ ભાઈઓ અને એક બહેનના કુટુંબમાં ચુંદડીવાળા માતાજી બીજા નંબરના સંતાન હતા. આજે તેમના કુટુંબમાં તેમના એક પણ ભાઈ જીવિત નથી, પણ તેમના ભાઈના સંતાનો આજે પણ ચરાડાના એ જ ઘરમાં રહે છે. ઝી 24 કલાકે ચુંદડીવાળા માતાજીના ઘરની મુલાકાત લીધી હતી. તેમના મોટાભાઈના દીકરી મંજુલાબેન અને તેમની દીકરી હેતલ ઉર્ફે ડોલીએ ચુંદડીવાળા માતાજી સાથે પોતાના બાળપણના સ્મરણો વાગોળ્યા હતા.
ચરાડા ગામમાં ચુંદડીવાળા માતાજીના ઘરમાં જ મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં જ ચુંદડીવાળા માતાજી તપ અને ભગવાનની પૂજા અર્ચના કરતા હતા. ચુંદડીવાળા માતાજીના યુવા અવસ્થાથી લઈને ચુંદડીવાળા માતાજી સુધીની સફર દર્શાવતા ફોટોગ્રાફ્સ જોવા મળે છે.
ઓછા કેસ દર્શાવવા ગુજરાત સરકારનું ગતકડું, કોરોનાના ટેસ્ટ ઘટાડી દીધા
અમદાવાદ : કાલુપુર માર્કેટ ખૂલતા જ પાન-મસાલાના છૂટક વેપારીઓની ભીડ ઉમટી, બાઉન્સર મૂકવા પડ્યા
ચુંદડીવાળા માતાજીના ચરાડા ગામમાં રહેતા તેમના જ પાડોશી બે દિવસ પહેલા જ તેઓને મળ્યા હતા અને તેઓને એક યાદગાર અનુભવ પણ થયો. માતાજી પ્રહલાદ જાનીના ભત્રીજા સાહેબ માતાજીના આશીર્વાદથી કેન્સરના દર્દીઓને સાજા થતા જોયા છે.
ચુંદડીવાળા માતાજી જ્યારે પણ ચરાડા ગામમાં આવતાં ત્યારે ચરાડા ગામની કોઈપણ સમસ્યા હોય તો તેને દૂર કરવા માટે સીધી રીતે મદદરૂપ થતા. ગામના પૂર્વ સરપંચ દિનેશભાઈ ચૌધરી અને ગામના ગ્રામજનો પોતે પણ માને છે કે ચુંદડીવાળા માતાજીના કારણે તેમના ગામ ઉપર માતાજીની કૃપા દ્રષ્ટિ રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર