અમદાવાદ : કાલુપુર માર્કેટ ખૂલતા જ પાન-મસાલાના છૂટક વેપારીઓની ભીડ ઉમટી, બાઉન્સર મૂકવા પડ્યા

આજથી અમદાવાદમાં આવેલું કાલુપુર પાન માર્કેટ ફરીથી ધમધમતુ થયું છે. આજથી કાલુપુરમાં અનાજનું હોલસેલ માર્કેટ ખૂલી ગયું છે. તો બે મહિના બાદ કાલુપુરનું પાન માર્કેટ પણ આજે ખુલ્યું છે. સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેપારીઓ વેપાર કરી શકશે. માર્કેટ ખૂલતા જ છૂટક વેપારીઓ મોટી સંખ્યામાં પાન, મસાલા, બીડી, સિગરેટ લેવા માટે વહેલી સવારે જ પહોંચી ગયા હતા.
અમદાવાદ : કાલુપુર માર્કેટ ખૂલતા જ પાન-મસાલાના છૂટક વેપારીઓની ભીડ ઉમટી, બાઉન્સર મૂકવા પડ્યા

અતુલ તિવારી/અમદાવાદ :આજથી અમદાવાદમાં આવેલું કાલુપુર પાન માર્કેટ ફરીથી ધમધમતુ થયું છે. આજથી કાલુપુરમાં અનાજનું હોલસેલ માર્કેટ ખૂલી ગયું છે. તો બે મહિના બાદ કાલુપુરનું પાન માર્કેટ પણ આજે ખુલ્યું છે. સવારે 8 વાગ્યાથી 1 વાગ્યા સુધી વેપારીઓ વેપાર કરી શકશે. માર્કેટ ખૂલતા જ છૂટક વેપારીઓ મોટી સંખ્યામાં પાન, મસાલા, બીડી, સિગરેટ લેવા માટે વહેલી સવારે જ પહોંચી ગયા હતા.

kalupur_wholesale_open_zee.jpg

માર્કેટ ખૂલતાની સાથે જ લોકો ઉમટી પડતા પાન માર્કેટના પ્રેસિડેન્ટ દ્વારા તમામ વેપારીઓને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવા વિનંતી કરાઈ છે. માર્કેટ ખુલતાની સાથે જ લાગી લાંબી લાઈન લાગી ગઈ હતી. છૂટક વેપારીઓની ભીડને કાબુમાં રાખવા બાઉન્સર પણ મૂકવામાં આવ્યા છે. બાઉન્સરો દ્વારા ભીડને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા સમજાવવામાં આવી રહ્યું છે. પાન બજારમાં પ્રવેશ અને બહાર નીકળવાનો જુદો જુદો માર્ગ રાખવામાં આવ્યો છે, જેથી કોરોનાનું સંક્રમણ અટકી શકાય. 

kalupur_pan_market2_zee.jpg

આજથી અમદાવાદના કાલુપુરમાં આવેલા ચોખા બજાર અને લાટ બજારમાં આવેલી દુકાનો અને ગોડાઉન ખૂલ્યા છે. બે મહિના બાદ દુકાનો ખૂલતા વેપારીઓ પણ ખુશખુશાલ જોવા મળ્યા હતા. તો હવે સવારે 6 થી 8 દરમિયાન ટ્રક મારફતે બહારથી ચોખા બજાર અને લાટ માર્કેટમાં ઘઉં અને ચોખાની બોરીઓ આવી શકશે. સવારે 8 થી બપોરે 12 વાગ્યા સુધી હાલ દુકાન અને ગોડાઉન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. છેલ્લા 20 દિવસથી કાલુપુરમાં આવેલું ચોખા બજાર અને લાટ માર્કેટ બંધ કરાયું હતું. સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન ન થતું હોવાથી બંધ કરવાનો લેવાયો હતો. 

જોકે, આજે કાલુપુરમાં રિટેઇલ માર્કેટ બંધ કરાવાયું હતું. માત્ર હોલસેલના વેપારીઓને જ પરવાનગી આપવામાં આવી હોવાથી રિટેઈલ માર્કેટ ઓપન કરવા દેવાયું ન હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news