જાણો કોણ છે ગુજરાતનાં નવા પોલીસ વડા? કેવી છે તેમની કાર્યશૈલી અને સ્વભાવ !
રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે શિવાનંદ ઝા વય નિવૃત થઇ રહ્યા છે.જેના કારણે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણુંક કરવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ હાલ અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને સરકારની ખુબ નજીકમાં અધિકારી પણ માનવામાં આવે છે. જેના પગલે ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જો કે રાજ્યનાં પોલીસ વડા તરીકે નવનિયુક્ત પોલીસ વડા શું છે ? કેવો તેમનો સ્વભાવ છે અને શું તેમની કાર્યપદ્ધતી છે ? તેઓ અગાઉ ક્યાં ક્યાં ફરજ બજાવી ચુક્યા છે.
મૌલિક ધામેચા/અમદાવાદ : રાજ્યનાં નવા પોલીસ વડા તરીકે શિવાનંદ ઝા વય નિવૃત થઇ રહ્યા છે.જેના કારણે નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિમણુંક કરવામાં આવી છે. આશિષ ભાટિયા 1985 બેચના આઇપીએસ અધિકારી છે. તેઓ હાલ અમદાવાદનાં પોલીસ કમિશ્નર તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેમને સરકારની ખુબ નજીકમાં અધિકારી પણ માનવામાં આવે છે. જેના પગલે ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. જો કે રાજ્યનાં પોલીસ વડા તરીકે નવનિયુક્ત પોલીસ વડા શું છે ? કેવો તેમનો સ્વભાવ છે અને શું તેમની કાર્યપદ્ધતી છે ? તેઓ અગાઉ ક્યાં ક્યાં ફરજ બજાવી ચુક્યા છે.
Gujarat Corona Update: રાજ્યમાં નવા 1153 નવા કેસ, 833 નવા દર્દી સાજા થયા
- બેંચ- ૧૯૮૫ (હરિયાણા જન્મ સ્થળ)
- અભ્યાસ- એન્જીન્યરીંગ
- હાલની ફરજનું સ્થળ- અમદાવાદ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવે છે.
- ભૂતકાળની ફરજનું સ્થળ- વર્ષ ૨૦૧૬માં સુરત પોલીસ કમિશનર તરીકે પણ રહી ચુક્યા છે.
- ભૂતકાળની ફરજનું સ્થળ- સી.આઈ.ડી ક્રાઈમના વડા રહી ચુક્યા છે.
આશિષ ભાટિયાની ગુજરાતનાં નવા DGP તરીકે નિમણુંક, કેન્દ્ર દ્વારા મહોર મારવામાં આવી
વિશેષ કામગીરી-
- ૨૦૦૮માં અમદાવાદ સીરીયલ બ્લાસ્ટ થયો હતો તે સમયે અમદાવાદ ક્રાઈમ બ્રંચમાં જોઈન્ટ પોલીસ કમિશનર હતા, અને તેમણે અને તેમની આખી ટીમે ભેગા થઈને ૨૦ જ દિવસમાં આખો કેસ ઉકેલી ૩૦ જેટલા આરોપીઓને પકડી લીધા હતા (સૌથી પેહલું ઇન્ડીયન મુઝાદીનું મોડ્યુલ બહાર પાડનારા અધિકારી છે)
- વર્ષ ૨૦૦૮ લાથાકાંડ
- વર્ષ ૨૦૧૮ બીટ કોઈન કૌભાંડ કેસ
- ૨૦૧૯માં જયંતી ભાનુશાળી મર્ડર કેસ
મુખ્યમંત્રીના ગૃહનગરમાં જ સરકારી આદેશનો ઉલાળીયો, ટેસ્ટિંગ વધવાના બદલે ઘટાડી દેવાયા
વિશેષતા
- શાંત પ્રકૃતિના અધિકારી
- વર્ષ ૨૦૦૧ માં પોલીસ મેડલ મેળવી ચુક્યા છે
- વર્ષ ૨૦૧૧ પ્રેસીડન્ટ મેડલ મેળવી ચુક્યા છે
- પ્રિવેન્શન ઓફ ક્રાઈમ ના માસ્ટર
- આરોપીઓની સાત થી આઠ કલાક સુધી મેરેથોન પૂછપરછ કરી શકે છે
- પૂછપરછ રૂમની બહાર અન્ય પોલીસ અધિકારીઓની લાઈન લાગી હોય છે કે સાહેબ હમણાં કશું નવું બહાર લાવશે
- ડેટાબેઇઝ આધારે ગુનાઓની તપાસ કરવામાં માહિર
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube