રક્ષીત પંડ્યા/પોરબંદર: સાંસદના પુત્ર નૈમીષ ધડુકને કોરોના પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ગત અઠવાડિયે કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરી હતી. આ કાર્યક્રમમાં ગીતા રબારી સહિત ના કલાકારો એકત્ર થયા હતા. આ કાર્યક્રમ માટે 50 લોકોની મંજુરી લેવામાં આવી હતી. જો કે તેમાં મંજુરી કરતા વધારે લોકો એકત્ર થયા હોવાનું સામે આવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સિઝનનો 185% વરસાદ થતા જામનગરનાં ખેડૂતોની સ્થિતી કફોડી બની


અનલૉક પાર્ટ 3 ની ગાઇડ લાઈનનું પણ પાલન કરવામાં નહી આવ્યું હોવાનું સામે આવ્યું હતું. 50 લોકોના બદલે અનેક માણસો એકત્ર થયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે તંત્રના ધ્યાને આવવા છતા પણ કોઇ પગલા લેવામાં આવ્યા નહોતા. સાંસદનો મામલો હોવાનાં કારણે આંખઆડા કાન કરવામાં આવ્યા હતા. 


બેસણું ઓન વ્હીલ: બેસણામાં એવું આયોજન કે લોકો દુ:ખ પણ વ્યક્ત કરે અને ફાયદો પણ થાય


સાંસદ રમેશ ધડુકે પોતાના પૌત્રને કાનુડો બનાવ્યો હતો. પૌત્રના જન્મ બાદ પ્રથમ જનામાષ્ટમી આવતા કરવામાં આવી હતી ભવ્ય ઉજવણી. અનેક ખ્યાતનાક ડાયરાના કલાકારો એકત્ર થયા હતા. તમામ કલાકારો સાથે ધડુકના પુત્રએ તસ્વીરો પણ પડાવી હતી. જો કે હવે તેનો કોરોના પોઝિટિવ આવતા હવે કલાકારોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર