બેસણું ઓન વ્હીલ: બેસણામાં એવું આયોજન કે લોકો દુ:ખ પણ વ્યક્ત કરે અને ફાયદો પણ થાય

શહેરના પ્રહલાદ નગરમાં યોજાયું અનોખું બેસણુંમાં ડ્રાઈવથ્રુ બેસણું કરવામાં આવ્યું હતું. કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થતા કોરોના મહામારીમાં તેમનું બેસણું કઈ રીતે યોજવું તે સવાલ હતો. પરંતુ ઠક્કર પરિવારે પન્ના ઠક્કરને સ્નેહીજનો શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે કાર લઈ સ્વજનો આવે અને ત્યાં ગેટ પરથી ફૂલ લઈ અને ગાડીમાં જ પન્ના ઠક્કરના ફોટા પાસે જઈ ફૂલ ચડાવી નીકળી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
બેસણું ઓન વ્હીલ: બેસણામાં એવું આયોજન કે લોકો દુ:ખ પણ વ્યક્ત કરે અને ફાયદો પણ થાય

આશ્કા જાની/અમદાવાદ: શહેરના પ્રહલાદ નગરમાં યોજાયું અનોખું બેસણુંમાં ડ્રાઈવથ્રુ બેસણું કરવામાં આવ્યું હતું. કેન્સર પીડિત પન્ના ઠક્કરનું મૃત્યુ થતા કોરોના મહામારીમાં તેમનું બેસણું કઈ રીતે યોજવું તે સવાલ હતો. પરંતુ ઠક્કર પરિવારે પન્ના ઠક્કરને સ્નેહીજનો શ્રદ્ધાંજલિ આપી શકે તે માટે કાર લઈ સ્વજનો આવે અને ત્યાં ગેટ પરથી ફૂલ લઈ અને ગાડીમાં જ પન્ના ઠક્કરના ફોટા પાસે જઈ ફૂલ ચડાવી નીકળી જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

પરિવારે આ બેસણામાં ખાસ કરી સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝર નું ધ્યાન રાખ્યું છે. સાથે જ પન્ના ઠક્કરને શ્રદ્ધાંજલિ આપવા આવનાર સ્વજનનોને તુલસીનો ક્યારો અને ગીતા તેમજ બજોટ આપવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ કોરોનાની સ્થિતીને ધ્યાને રાખતા હાલ બેસણા જેવી તમામ વિધિ બંધ રાખવામાં આવેલી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news