ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં જેવલર્સ માલિકોએ ચેતવા જેવું તો બીજી તરફ કંઈક શીખવા જેવો કિસ્સો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં બન્યો છે. એક શખ્સ સોની વેપારીની આંખમાં મરચાની ભૂકી નાખી લૂંટ કરવાનો હતો પણ વેપારીએ પ્રતિકાર કર્યો અને એક બટન દબાવતા જ સિક્યોરિટી એલાર્મ વાગ્યું અને લોકો ભેગા થઈ ગયા. એલાર્મ વાગતા જ દરવાજા પણ બંધ થઈ ગયો હતો પણ આજે લૂંટારું પકડાઈ ગયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના પાટીદાર ખેડૂતે કરી કમાલ! આ રીતે સરગવાની ખેતી કરી વર્ષે કમાય છે લાખોની આવક


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, કૃષ્ણ નગરમાં આવેલું નીલમ ગોલ્ડ પેલેસના માલિક કૌશિક પટેલ જ્વેલર્સ શો રૂમ પર સોમવારના દિવસે હાજર હતા. ત્યારે એક ગઠીયો ગ્રાહક બનીને આવ્યો હતો અને સોનાની બે વીંટી પસંદ કરી હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠીયા એ કૌશિક પટેલને કહ્યુ હતું કે આ બે વિંટીઓ સાઈડમાં મુકજો આવતી કાલે પત્નીને લઈને આવીશ અને લઇ જઇશ. મંગળવારે ફરી આ ગઠિયો આવે છે અને શો- રૂમમાં પત્નીની રાહ જોતો હોવાનું કહી બેસી રહે છે. વેપારીએ આ બાબતે પૂછતાં જ તે એકદમ ઉભો થઇ ગયો હતો અને ખિસ્સામાંથી મરચાની ભૂકી કાઢીને કૌશિક પટેલની આંખમાં નાખી દીધી અને લૂંટ કરવાની કોશિશ કરી હતી.


અંલાલાલ પટેલે કરી વર્ષ 2023ની મોટી આગાહી! ગુજરાતમાં કાતિલ ઠંડીથી ક્યારે મળશે રાહત!


આ દરમિયાન વેપારીએ તરત જ તેમનો હાથ મોઢા પર રાખતા મરચાની ભૂકી હાથ પર આવી ગઇ હતી. ગઠીયાએ તરત જ વેપારી સાથે ઝપાઝપી કરવાની કોશિશ કરી હતી જેથી સિક્યુરિટી ગાર્ડ એલર્ટ થઇ ગયો હતો અને તરત જ સિક્યોરિટી સાયરન વગાડી દીધુ હતું અને શો રૂમનો દરવાજો બંધ પણ થઈ ગયો હતો. સિક્યોરીટી સાયરન વાગતાની સાથે જ રોડ પરથી નીકળતી પોલીસ આવી ગઈ અને આરોપી વિજયકુમાર કોરીને ઝડપી પાડ્યો. આમ વેપારીની અને પોલીસની સતર્કતા તથા મામુલી ખર્ચે વસાવેલી સિસ્ટમથી કિંમતી મતા લૂંટતા બચી ગઈ અને આરોપી ઝડપાઈ ગયો હતો.


ઓસ્ટ્રેલિયન વર અને ગુજ્જુ લાડી: ઘોડે ચડ્યો, રાસ રમ્યો, 'ભૂરી'ઓએ ગરબાની રમઝટ બોલાવી


સોનાના વેપારીઓ અવાર નવાર લૂંટારુના ટાર્ગેટ પર હોય છે. માત્ર એક સિક્યુરિટી સિસ્ટમ કે સતર્કતા દાખવવાથી મોટી ઘટનાને ટાળી શકાય તેમ છે. જે બાબતની અપીલ પોલીસ પણ વેપારીઓને કરે છે. ત્યારે આરોપી બાબતે તેના ગુનાહિત ઇતિહાસથી માંડીને તમામ બાબતો પર હવે પોલીસે તપાસ તેજ કરી છે.