ગુજ્જુ લાડીનું સપનું પુરું કરવા ઓસ્ટ્રેલિયન વર જાન લઈ ગુજરાત આવ્યો, ઘોડે ચડ્યો, રાસ રમ્યો, 'ભૂરી'ઓએ ગરબાની બોલાવી રમઝટ!

Australian Groom and Gujju Ladi: નવદંપતી બંને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં દુલ્હનના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા અર્થે બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દુ રીતિરિવાજ મુજબ મૂળ ગુજરાતી NRI દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે અનોખા લગ્ન થયાં હતાં. 

ગુજ્જુ લાડીનું સપનું પુરું કરવા ઓસ્ટ્રેલિયન વર જાન લઈ ગુજરાત આવ્યો, ઘોડે ચડ્યો, રાસ રમ્યો, 'ભૂરી'ઓએ ગરબાની બોલાવી રમઝટ!

ગીરસોમનાથ: ઓસ્ટ્રેલિયન દુલ્હો ગીરમાં પરણવા આવ્યો, ઘોડા પર ચડ્યો, એટલું જ નહીં, સાથે રાસ પણ રમ્યો હતો. હિન્દુ રીતરીવાજ પ્રમાણે પીઠી પણ ચોળાવી હતી અને સંસ્કૃતિ મુજબ ઓસ્ટ્રેલિયન યુવક ટોબન મૂળ માંગરોળના નાગર પરિવારની દીકરી નમીને રંગે ચંગે પરણ્યો હતો.

No description available.

નવદંપતી બંને ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ હોવા છતાં દુલ્હનના પિતાની ઈચ્છા પૂર્ણ કરવા અર્થે બંને પરિવારો સાત સમંદર પાર કરી સાસણ ગીરમાં લગ્ન કરવા અર્થે આવ્યા હતા. વિશ્વમાં પ્રખ્યાત સાસણ ગીરના રિસોર્ટમાં હિન્દુ રીતિરિવાજ મુજબ મૂળ ગુજરાતી NRI દીકરીના ઓસ્ટ્રેલિયન યુવક સાથે અનોખા લગ્ન થયાં હતાં. 

No description available.

મૂળ ગુજરાતી અને જુનાગઢ જિલ્લાના માંગરોળ ગામના મૂળ રહીશ દિગેનભાઈ નાગર કે જેઓ છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. ત્યારે વતન જેવું ઓસ્ટ્રેલિયા તેમને લાગી રહ્યું હતું. ત્યારે દિગેનભાઈની પુત્રી કે જેનું નામ "નમી" હતું. તેમનું સગપણ ઓસ્ટ્રેલિયા મૂળના "ટોબન" નામના યુવક સાથે થયું હતું. બંને પરિવારોમાં આ સગાઈની ખુશી હતી. સગપણ બાદ દીગેનભાઈ નાગરે એવી ઈચ્છા વ્યક્ત કરી કે અમો મૂળ ગુજરાતી છીએ તો અમને એવી અપેક્ષા છે કે નમી અને ટોબન બંનેના લગ્ન હિંદુ પરંપરા અને વિધિથી ગુજરાતમાં થાય આ વાતનો ટોબનના પરિવારે સ્વીકાર કર્યો હતો.

No description available.

ત્યારે મકરસંક્રાંતિ બાદ શુભ મહુર્તમાં આ નાગર પરિવાર દ્વારા ઑસ્ટ્રેલિયન મૂળના વરરાજા ટોબનને કંકોત્રી લખી નિમંત્રણ અપાયુ અને વરરાજા સહિત 20 જેટલા ઓસ્ટ્રેલિયાના મહેમાનો જાન લઈ ગીરમાં આવેલા ખાનગી રિસોર્ટમાં વરરાજાને પરણાવવા માટે આવી પહોંચ્યા હતા. ઓસ્ટ્રેલિયાથી આવેલી જાન કે જેઓ ગુજરાતીમાં અને વિધિમાં વધુ સમજતા ન હતા. પરંતુ ગુજરાતી પરંપરાને અનુસર્યા જરૂર હતા. 

No description available.

વરરાજા ટોબન તો ઘોડા પર ચડી અને મંડપ એ આવ્યો હતો. તેણે પીઠી લગાવી હતી. કન્યા નમી સાથે ટોબન સહિત ઓસ્ટ્રેલિયા થી આવેલા મહેમાનો સૌ ગુજરાતી રાસ ગરબા માં જુમી ઉઠ્યા હતા. તો મંડપની અંદર હસ્તમેળાપ. મંગલ ફેરા. સહિત તમામ હિન્દુ વિધિ પૂર્ણ કરી. અને ઓસ્ટ્રેલિયા ના ટોબન અને નમી બંને પરિવારોની હાજરીમાં હિન્દુ વિધિથી લગ્નગ્રંથિથી જોડાયા હતા. અને બંને પરિવારોના આનંદ ની અનૂભૂતી જોવા મળી હતી.

No description available.

No description available.

No description available.

No description available.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news