Loksabha Election 2024: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદીત ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ. અલ્ટિમેટમ પણ પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે અને રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે.


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-2

  • ક્ષત્રિયાણીઓએ શરૂ કર્યા પ્રતિક ઉપવાસ 

  • મહિલાઓના ઉપવાસ, પુરૂષો ધર્મ રથ લઈને ફરશે

  • ક્ષત્રિયોએ હવે ખુલ્લીને ભાજપ સામે શરૂ કર્યો વિરોધ

  • રૂપાલાની સાથે ભાજપના તમામ ઉમેદવારનો વિરોધ


ક્ષત્રિય સમાજની માગ છતાં ભાજપે તેમની માગ ન સ્વીકારી. ક્ષત્રિયોએ આંદોલન અને મહાસંમેલન પણ બોલાવ્યું, પરંતુ કંઈ જ ન થયું. અલ્ટીમેટમ પણ આપ્યું પરંતુ ભાજપને કોઈ જ ફરક ન પડ્યો. તો હવે ક્ષત્રિયોએ પણ આરપારની લડાઈ શરૂ કરી દીધી છે. ક્ષત્રિયોએ આંદોલન પાર્ટ-2 શરૂ કર્યું છે. જેમાં ખુલ્લીને ભાજપનો વિરોધ શરૂ કર્યો છે. મહિલાઓ દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે. 


મહિલાઓ ઉપવાસ પર બેસી છે તો પુરૂષો દરેક ઝોનમાં ધર્મ રથ કાઢવાના છે. આ રથ ગામે ગામ ફરીને ભાજપના ઉમેદવારનો વિરોધ કરશે. અત્યાર સુધી ક્ષત્રિયોનો જે વિરોધ માત્ર રૂપાલા પુરતો હતો તે વિરોધ હવે ખુલ્લીને ભાજપ સામે શરૂ થઈ ગયો છે. મહિલાઓએ રૂપાલા ફોર્મ પરત ખેંચી લે તેવી માગ કરી છે.  રૂપાલાની ટિકિટ રદ ન થતાં હવે ક્ષત્રિય સમાજે રાજકોટથી રૂપાલાને હરાવવાનો નિર્ધાર કર્યો છે. કોઈ પણ ભોગે રૂપાલાને રાજકોટથી પરાસ્ત કરવા ક્ષત્રિય સમાજને મન બનાવી લીધું છે. એટલું જ નહીં ગુજરાતની અન્ય બેઠકો પર પણ ભાજપને ટક્કર આપવાનો દાવો કરાયો છે. 


અમદાવાદના ગોતામાં આવેલા રાજપૂત ભવનમાં ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં આંદોલન પાર્ટ-ટુ અંતર્ગત કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા છે. જેની વાત કરીએ તો, તમામ સીટ પર ભાજપનો જાહેરમા વિરોધ કરવો, ભાજપ સામેના સક્ષમ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવું, ગામડે ગામડે સભાઓ કરી ભાજપ વિરુદ્ધ મતદાન માટે સર્વ સમાજને આહવાન કરવું, ભાજપની જાહેર સભાઓમાં કાળાની જગ્યાએ કેસરિયા ઝંડાથી વિરોધ કરવો, મહિલાઓના દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ, દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થા ભાજપ વિરૂદ્ધ મતદાનના કાર્યક્રમ આપશે. 
શું લીધો ક્ષત્રિયોએ નિર્ણય? 


  • તમામ સીટ પર ભાજપનો જાહેરમા વિરોધ કરવો

  • ભાજપ સામેના સક્ષમ ઉમેદવારના સમર્થનમાં મતદાન કરવું

  • ભાજપ વિરુદ્ધ મતદાન માટે સર્વ સમાજને આહવાન કરવું

  • ભાજપની જાહેર સભાઓમાં કેસરિયા ઝંડાથી વિરોધ કરવો

  • મહિલાઓના દરેક જિલ્લામાં એક દિવસના પ્રતિક ઉપવાસ

  • દરેક જિલ્લાઓની સામાજિક સંસ્થાના ભાજપ વિરૂદ્ધ મતદાનના કાર્યક્રમ

  • ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ નીકળશે

  • ધર્મ રથ ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા જાગૃત કરશે

  • બુથ આયોજન કરી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવું

  • મતદાનના દિવસ સુધી ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપવા

  • ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં આંદોલન પહોંચાડાશે


ક્ષત્રિયોનું આંદોલન પાર્ટ-વન તો ભાજપને કંઈ અસર કરી શક્યું નથી. હવે આંદોલન પાર્ટ-ટુ કેટલું અસર કરે છે તે જોવાનું રહેશે. જો રૂપાલા ઉમેદવારી પરત નથી જ ખેંચતા તો પછી પરિણામ ક્ષત્રિયો કેટલું બદલી શકે છે તે જોવાનું રહેશે. ગુજરાતના 5 ઝોનમાં 22 એપ્રિલથી ધાર્મિક સ્થળથી ધર્મરથ નીકળશે, ધર્મ રથ ગામડે ગામડે ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા લોકોને જાગૃત કરશે, દરેક શહેર અને ગામડામાં બુથ આયોજન કરી ભાજપ વિરુદ્ધમાં મતદાન કરાવવું, મતદાનના દિવસ સુધી ભાજપ વિરુદ્ધમાં સતત કાર્યક્રમો આપવા, ગુજરાતની સાથે અન્ય રાજ્યોમાં આંદોલન પહોંચાડાશે.