કચ્છ : કચ્છનો દરિયો હવે સ્મગલરોનું સૌથી પ્રીય સ્થળ બની ચુક્યું છે. પંજાબ પહેલા ડ્રગ્સ અને તસ્કરોનું સૌથી પ્રિય સ્થળ હતું. જો કે પંજાબમાં પોલીસ અને લશ્કરી જાપ્તો વધારે કડક થવાના કારણે હવે કચ્છના જખૌમાંથી મોટા પ્રમાણમાં નશીલા પદાર્થોની તસ્કરી કરવામાં આવી રહી છે. BSF દ્વારા પેટ્રોલિંગ દરમિયાન શેખરણપીર નજીકથી વધારે 3 પેકેટ ચરસના ઝડપી પાડ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં આજના દિવસમાં કુલ 480 નવા કેસ, 319 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા

અત્યાર સુધી વિવિધ એજન્સીઓ દ્વારા 67 પેકેટ ઝડપ્યા છે. અબડાસા તાલુકાના દરિયાઇ વિસ્તારમાં સાંઘી જેટી નજીકનાં શેખરણપીર પાસેથી BSF દ્વારા જવાનોને પેટ્રોલિંગ દરમિયાન ચરસ મળી આવ્યું હતું. હજી વધારે ચરસનો જથ્થો હોવાની શંકાએ પેટ્રોલિંગ વધારે સધન બનાવી દેવામાં આવ્યું છે. કચ્છનાં દરિયામાંથી છેલ્લા અંદાજે 15 દિવસમાં 1 કરોડથી પણ વધારે કિંમતનો ચરસનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર