નિધિરેશ રાવલ/ગાંધીધામ: કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પશુપાલકોના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 20 રૂપિયાનો વધારો કરાયો છે અને 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જે અન્વયે પશુપાલકોને પ્રતિ લિટર 7 ફેટના દૂધના રૂપિયા 1.40 પૈસા પ્રતિ લિટર વધારે મળતા થશે. જે પ્રતિ લિટર 56 રૂપિયા જેટલી થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આવતીકાલે જો આવું થયું તો Gujarat Titans એક પણ બોલ રમ્યા વિના બની જશે IPL ચેમ્પિયન


ગત વર્ષની ગણતરીએ 40 રૂપિયા પ્રતિ કિલો ફેટ પ્રમાણે દૂધ અંતિમ ભાવો અલગથી મળવા પાત્ર છે. 20 રૂપિયાનો પ્રતિ કિલો ફેટનો વધારો થઈ અને ભાવો 800 રૂપિયા પ્રતિ કિલો ફેટ થયા છે. જેનાથી પશુપાલકોને અંદાજીત માસિક 2.25 કરોડ રૂપિયા વધારે મળશે. 


IPL: હાર્દિક પંડ્યા બદલશે ઈતિહાસ! 14 ટીમો અને 63 કેપ્ટન પણ નથી પાર કરી શક્યા આ પહાડ


આ બાબતે સરહદ ડેરીના ચેરમેન અને અમૂલના વાઇસ ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યુ હતું કે, ઉનાળાની સિઝન અને ઘાસચારા તેમજ પશુ આહારના વધી રહેલ ભાવોનું સરખામણીએ ભાવ વધારવા જરૂરી બનેલ અનુસંધાને દૂધ સંઘના નિયામક મંડળ દ્વારા તેમજ મંડળીઓની સહકાર સમિતિના સૂચનો ભાવ વધારા માટે મળેલ જે પશુપાલકોની માંગણી ધ્યાને લઈ અને સરહદ ડેરી 20 રૂપિયા પ્રતિ કિલો ફેટ દૂધના ભાવો વધારી અને પશુપાલકોના હિતનો નિર્ણય કરવામાં આવેલ છે. 


‘ખુલ્લી ગાયો, બાંધેલુ દૂધ...’ મંત્ર સાથે મહેન્દ્રભાઈ વર્ષે મેળવે છે 25 લાખની આવક