ભૂજ-ભચાઉની ધરા ધણધણી ઉઠી, 3.9 ની તીવ્રતાના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા
- ભચાઉ, રાપર અને ગાંધીધામ સુધી ધરા ધણધણી ઉઠી હતી. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
- . રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :કચ્છમાં આંચકાઓનો સિલસિલો ચાલુ જ રહ્યો છે. કદાચ જ ભાગ્યે જ કોઈ દિવસો એવા જતા હશે જ્યારે કચ્છના કોઈ ભાગમાં ભૂકંપના આંચકા ન આવ્યા હોય. કચ્છ (kutch) માં અવારનવાર આંચકાઓ આવતા રહે છે. ત્યારે આજે કચ્છના ભચાઉ, દુધઈ, ગાંધીધામ અને ભૂજ સુધી ભૂકંપ (earthquake) નો આંચકો અનુભવાયો છે. આ વિસ્તારમાં 3.9 મેગ્નેટનો આંચકો આવ્યો હતો. ભચાઉથી 19 કિમી નોર્થ નોર્થ ઇસ્ટ તેનુ કેન્દ્ર બિંદુ હતું.
આ પણ વાંચો : ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા છે, અને ભાવનગરમાં ચાતુર્માસ કાર્યક્રમમા ઉમટ્યા હજારો લોકો
ભૂજ અને તાલુકાના વિસ્તારમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભચાઉ, રાપર અને ગાંધીધામ સુધી ધરા ધણધણી ઉઠી હતી. જેને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
કચ્છમાં 3.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો, જેનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 19 કિ.મી. દૂર હતું. કચ્છમાં ભૂકંપના આંચકા આવવાની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. આજે પણ ફરી એકવખત ધરતી કંપન થતાં સ્થાનિકોમાં ચિંતા જોવા મળી હતી. કંપન વધુ હોવાથી કેટલાક લોકો ડરના માર્યે ઘરની બહાર પણ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પરના AC પર કંઈક સળવળાટ થયો, નજીક જોઈને જોયુ તો ચોંક્યા અધિકારીઓ...
મળતી વિગતો પ્રમાણે, રવિવારે બપોરે 12.43 કલાકે કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા સ્થાનિકોના જીવ તાળવો ચોંટ્યા હતા. રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.9ની નોંધવામાં આવી છે. તો ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 19 કિલોમીટર દૂર નોંધાયું હતું.