ગુજરાતથી ગાયબ થયેલા 5 બાળકો બિહારથી મળ્યા, તેમનું પ્લાનિંગ સાંભળીને ઉડી જશે તમારા હોંશ
Kutch News : કચ્છથી ગુમ થયેલા એક જ શાળાના પાંચ બાળકો બિહારના મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી મળ્યા.... પાંચેયે દિલ્હી ફરવા જવા માટે ઘર છોડ્યુ હતું...
Bihar News : કચ્છના મુન્દ્રાના નાના કપાયામાં એકસાથે પાંચ બાળકો ગુમ થયા હતા. 3 કિશોરો અને બે કિશોરી એકસાથે એક જ સમયે ઘરમાંથી ગાયબ થયા હતા. ગુમ બાળકોના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. જેમાં તેઓ અમદાવાદ રેલવે સ્ટેશન પર થી દિલ્હી ટ્રેનમાં ચડતા દેખાતા હતા. ત્યારે ગુજરાતથી ગાયબ થયેલા આ પાંચેય બાળકો બિહારથી મળી આવ્યા છે. બાળકોની શોધમાં ચાર રાજ્યોની પોલીસ કામે લાગી હતી. પરંતુ બાદમા બાળકો બિહારમાથી મળી આવ્યા હતા. મુઝફ્ફરપુર રેલવે પોલીસે તમામ બાળકોને મેળવી લીધા હતા. ત્યારે આ બાળકોના પૂછપરછમાં તેમનું પ્લાનિંગ સાંભળીને તમારા પણ હોંશ ઉડી જશે.
કચ્છના નાના કપાયામાં આસપાસ રહેતા પરપ્રાંતીય શ્રમિક પરિવારના સગીર વયના ત્રણ બાળક અને બે બાળકી ગુમ થયા હતા. આ પાંચેય બાળકો એક જ શાળામાં ભણતા હતા, અને એક જ સમયે ગાયબ થયા હતા. તમામ એકસાથે ઘરથી નીકળ્યા હતા, જેમના કેટલાક લોકેશન પણ મળ્યા હતા. સીસીટીવીના હાથે બાળકોની શોધખોળ હાથ ધરાઈ હતી. ગુમ થયેલા બાળકો અમદાવાદથી દિલ્લી ગયા હોવાનું અને બિહારમાં પોલીસને બાળકો મળ્યા હતા. આ બાળકો દિલ્હી ફરવા નીકળ્યા હતા, તેથી તેઓ ગુજરાતથી ભાગ્યા હતા.
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવશે
પોલીસને કેવી રીતે મળી માહિતી
મંગળવારના રોજ એક બાળકી મુઝફ્ફરપુરના જંક્શન પર ટેક્સી સ્ટેન્ડ પાસે ઉભેલી દેખાઈ હતી. તેના પૂછપરછ બાદ ચારેય બાળકોની માહિતી મળી હતી. તેના બાદ ચારેય બાળકોને મુઝફ્ફરપુર લાવવામાં આવ્યા હતા. પોલીસ બાળકોની પૂછપરછ કરી હતી. તમામની ઉંમર 12 થી 14 વર્ષ વચ્ચેની હતી. મુઝફ્ફરપુર રેલવે પોલીસે તમામ બાળકો ક્યાંથી આવ્યા છે તેની પૂછપરછ કરી હતી. જ્યારે બાળકોએ જીઆરપને પોતાના વિશે જણાવ્યું તો તેમના હોંશ ઉડી ગયા હતા. તેના બાદ જીઆરપીની સૂચના પર ગુજરાતના મુન્દ્રાના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવ્યો હતો.
શ્રીકૃષ્ણએ બનાવેલી દ્વારકા નગરીને કોને નષ્ટ કરી, કેવી રીતે દરિયામાં ડૂબી હતી
એક બાળક પાસે 100 રૂપિયા, એક બાળકે સોનાની ચેન વેચી
પૂછપરછમાં સામે આવ્યું કે, પાંચેય બાળકો કચ્છના નાના કપાયાની શાળામાં ભણતા હતા. તેમને શોધવા માટે ગુજરાત પોલીસ ઉપરાંત દિલ્હી પોલીસ, જયપુર પોલીસ અને ઉત્તર પોલીસ પણ કામે લાગી હતી. મુઝફ્ફરપુર રેલવે પોલીસે જણાવ્યું કે, આ તમામ બાળકોએ દિલ્હી ફરવા જવાનુ પ્લાનિંગ બનાવ્યુ હતું. જ્યારે તેમને પરમિશન ન આપીતો, તેઓ 3 સપ્ટેમ્બરના રાતે ભૂજથી ભાગી નીકળ્યા હતા. ત્યાંથી ટ્રેન પકડીને ગાંધીધામ ગયા હતા. તેના બાદ બસથી અમદાવાદ પહોંચ્યા હતા. આ પાંચેય બાળકો પાસે માત્ર 100 રૂપિયા જ હતા. જેથી એક બાળકે પોતાના પાસેની સોનાની ચેન વેચી દીધી હતી. બાળકે અમદાવાદમાં 3700 રૂપિયામાં સોનાની ચેન વેચી હતી અને તેના બાદ જયપુરથી ટ્રેન પકડીને દિલ્હી ગયા હતા. ત્યાં ફર્યા બાદ તેઓ બિહાર નીકળી ગયા હતા. દિલ્હીથી બિહાર સંપર્ક ક્રાંતિ એક્સપ્રેસ પકડીને બિહાર પહોંચ્યા હતા.
મેળામાં ચકડોળમાં બેસેલી યુવતીને આવ્યું મોત, રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી 3 મોત
મુઝફ્ફરપુર પર એક બાળકી વિખૂટી પડી
આ પાંચેય બાળકોમાંથી એક બાળકના મામા છપરામાં રહેતા હતા. બાળક દિલ્હીથી બિહાર સંપર્ક ક્રાંતિથી મુઝફ્ફરપુર જંક્શન પહોંચ્યા. અહીંથી તેઓએ છપરા માટે ટ્રેન પકડવાની હતી. પરંતું મુઝફ્ફરપુર જંક્શન પર એક બાળકી વિખૂટી પડી હતી. તે છપરાવાળી ટ્રેનમાં બેસી શકી ન હતી. બાળકીને સ્ટેન્ડ પર એક ટેક્સી ચાલકે જોઈ હતી, તેથી તેણે રેલવે પોલીસને માહિતી આપી હતી. રેલવે પોલીસે તેને પોલીસ સ્ટેશનમાં લાવીને પૂછપરછ કરી તો આખો મામલો સામે આવ્યો હતો. તેના બાદ ગુજરાત પોલીસનો સંપર્ક કરવામાં વ્યો હતો.
ભગવાનના ધામમાં કોમી એકતાની મહેક, દ્વારકામાં મુસ્લિમ ભાઈઓએ શ્રીકૃષ્ણનો રથ ખેંચ્યો
મેકરથી બીજા બાળકો મળ્યા
રેલવે એસપી ડો.કુમાર આશિષે હાજીપુર રેલવે પોલીસને મેકરથી બાળકોને લઈ લેવાની સૂચના આપી હતી. રેલવે એસપીની સૂચના પર બાળકોને પકડી લેવાયા હતા. તેમની પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં ખબર પડી કે, આ તમામ બાળકો ગુજરાતથી ગાયબ થયેલા હતા, જેમને પોલીસ કેટલાય દિવસોથી શોધી રહી હતી.