ઉદય રંજન/અમદાવાદ :પાકિસ્તાનને અડકીને આવેલા સરહદી કચ્છના તાર વધુ એકવાર આઈએસઆઈના નામે ઓળખાતી પાકિસ્તાની જાસૂસી સંસ્થા ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ સાથે જોડાયાં હોવાનો નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સીની તપાસમાં ઘટસ્ફોટ થતાં ચકચાર પ્રસરી છે. ગત 19 જાન્યુઆરીએ વારાણસીમાંથી પકડાયેલાં આઈએસઆઈ એજન્ટ (ISI agent) મોહમ્મદ રાશિદ ઈદ્રીશના ખાતામાં પેટીએમ મારફતે જમા થયેલાં 5 હજાર રૂપિયાની તપાસમાં આ નાણાં મુંદરાના કુંભારવાસમાં રહેતાં રજાક સુમાર કુંભારે જમા કરાવ્યાં હોવાનો પર્દાફાશ થયો છે. ત્યારે એનઆઈએ (નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી)એ રવિવારે કચ્છથી રઝાક કુંભારની ધરપકડ કરી છે. ત્યારે રજાક કુંભાર પણ ભારતમાં આઈએસઆઈ એજન્ટ તરીકે કામ કરતો હોવાનું ખૂલ્યું છે. આ ઉપરાંત રઝાકની અનેક બાબતોનો ખુલાસો થયો છે. 


‘અમારો બાથરૂમનો વીડિયો વાયરલ કરે છે, આમને ભગવાનની શુ પડી છે...?’ સાંખ્યયોગી બહેનોનો આક્ષેપ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NIA ની તપાસમાં ખૂલ્યુ કે, રઝાક કુંભાર મુન્દ્ર ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. રઝાક આઈએસઆઈ માટે ચૂકવણી એજન્ટ તરીકેનું કામ કરતો હતો. રઝાકે જ આઈએસઆઈ એજન્ટને 5000 રૂપિયા પેટીએમ કર્યા હતા. તેના પેટીએમ એકાઉન્ટથી 5 હજારની રકમ એક અન્ય વ્યક્તિ થકી ટ્રાન્સફર થઈને વારાણસીમાં એટીએસ જેના વિરુદ્ધ તપાસ ચલાવી રહી છે, તે રશીદના પેટીએમ ખાતામાં પહોંચી હતી. રાશિદે વિવિધ સંવેદનશીલ સ્થળો અને ઘટનાઓની તસવીરો અને વીડિયો પોતાના પાકિસ્તાની હેન્ડલર્સને મોકલી હતી. આ તસવીરો અને વીડિયો વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી, બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં થયેલા હિંસા અને CAA / NRC ના વિરોધ પ્રદર્શનોની હતી. હકીકતમાં, મોહંમદ રાશિદે પાકિસ્તાનમાં પોતાના હેન્ડલર્સને બે ભારતીય વોટ્સએપ નંબર પરથી મોકલ્યા હતા. 


મહેસાણામાં ફેમસ ગુજરાતી સિંગર કાજલ મહેરિયાને ઝીંકાયો લાફો.....


લખનઉ સ્થિત મિલિટ્રી ઈન્ટેલિજન્સે સૌથી પહેલા આ સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો. ત્યારે જુલાઈ 2019માં વારાણસીમાં કામ કરી રહેલા એક આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ એટીએસ અને ઈન્ટેલિજન્સ બ્યૂરોએ અનેક સંદિગ્ધોની શોધ ચલાવી હતી, જેમાં ચંદૌલીમાંર હેતા મોહંમદ રાશિદ સુધી પહોંચી હતી. રાશિદે 2017માં અને 2018-19માં પોતાના નિકાહ માટે પાકિસ્તાનની મુલાકાત કરી હતી. અહી તે પોતાના પિતરાઈ બહેનના પ્રેમમાં પડ્યો હતો. 


આ અંગે એનઆઈએએ જણાવ્યું છે કે ત્રાસવાદી સંગઠનની સૂચનાના પગલે રજાક કુંભારે પેટીએમ મારફતે રીઝવાન નામના શખ્સના ખાતામાં 5 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા. આ નાણાં રીઝવાને રાશિદને આપ્યા હતા. એનઆઈએ રજાક કુંભારના ઘરની તલાશી લઈ કેટલાંક સંવેદનશીલ દસ્તાવેજો જપ્ત કર્યાં છે. રજાક કુંભારે પાકિસ્તાની યુવતી જોડે નિકાહ કરેલા છે. અગાઉ તે પાકિસ્તાન ગયો ત્યારે તે પાકિસ્તાની જાસૂસી એજન્સીના હેન્ડલરના સંપર્કમાં આવ્યો હોવાની શક્યતા છે. તેની પત્ની હાલ પાકિસ્તાનમાં છે. રજાક કેટલાં સમયથી આઈએસઆઈ માટે કામ કરતો હતો, કચ્છમાં અન્ય કોઈ એજન્ટો કામ કરે છે કે કેમ તે સહિતના મુદ્દે હાલ સઘન પૂછતાછ ચાલી રહી છે.


ગુજરાતના ગુંડાઓને CM ની સીધી ચેતવણી, તમારી ગુંડાગર્દી છોડો, નહિ તો ગુજરાત છોડવું પડશે


એનઆઈએનું કહેવું છે. રજાક મજુર કરતા પરિવારમાંથી આવે છે, જે પહેલા રીક્ષા ચલાવતો હતો અને હવે મુંદ્રા સ્થિત ડોકયાર્ડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો. તેના કચ્છમાંજ થયેલા અગાઉ એક લગ્ન તુટ્યા બાદ, પાકિસ્તાનમાં સગા વ્હાલા રહેતા હોવાથી ત્યાં ગયો હતો ત્યારે બીજા નિકાહ પઢ્યા હતા. પરંતુ તેને ભારતમાં લાવીને ગૃહસ્થી વસાવી શકે તેમ ન હોવાથી તલાક આપ્યો હતો. દરમ્યાન તેના પરિવારના સુત્રોએ જણાવ્યું હતું કે પખવાડીયા અગાઉ જ તેણે ભુજની કન્યા સાથે લગ્ન કર્યા હતા.


ગુજરાતમાં વરસાદની પેટર્ન બદલાઈ, સૂકા પ્રદેશો પણ હવે જળબંબાકાર થવા લાગ્યા