Kutch News રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : રવિવારના રોજ કચ્છના લેઉવા પટેલ સમાજની મિટીંગમાં ભારે હોબાળો થયો હતો. સમાજના યુવાનો દ્વારા હિસાબ માગતા  પ્રમુખનાં માણસો દ્વારા યુવક પર હુમલો કરાયાનો આક્ષેપ થયો છે. હોબાળા બાદ પટેલ સમાજના લોકો ફરિયાદ નોંધાવવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમાજનો આંતરિક વિખવાદ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. જેના બાદ પાટીદાર અગ્રણીઓ દ્વારા સમજાવટનો દોર શરૂ કરાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું હતો મામલો 
શહેરમાં આવેલા આર.ડી.વરસાણી સંકુલમાં કચ્છી લેવા પટેલ સમાજની વાર્ષિક સાધારણ સભામાં વિવિધ મુદ્દે રજૂઆત કરવા બાબતે ડખ્ખો થયો હતો. ખીચોખીચ ભરેલા હોલમાં મામલો ગરમાતા બોલાચાલી બાદ ઝપાઝપી થતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. કચ્છમાં પ્રતિષ્ઠિત માનવામાં આવતાં કચ્છી લેવા પટેલ સમાજની બેઠકમાં થયેલો વિવાદ ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી જતાં સમગ્ર કચ્છમાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આ ઝપાઝપીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાં કચ્છી લેવા પટેલ સમાજની પ્રતિષ્ઠા પર લાંછન લાગ્યું છે. 


પહેલી બે કેબિનેટમાં મંત્રી રહેલા રૂપાલાનું પત્તુ કટ, આ કારણોથી છીનવાયું મંત્રીપદ


ટ્રસ્ટીઓ દાનની રકમનો હિસાબ નથી આપતા 
ગઈકાલે કચ્છી લેવા પટેલ સમાજની મીટીંગ મળી હતી. જેમાં કેટલાક યુવાનો સહિત સમાજના સભ્યોએ પોતાના વિચારો સમાજ સમક્ષ રાખવાનો પ્રયાસ કરાયો હતો. સમાજના દાનવીર તરીકે ઓળખાતા કે.કે.પટેલ હોસ્પિટલના ટ્રસ્ટી ગોપાલ ગોરસીયા અને અન્ય ટ્રસ્ટીઓના ઈશારે ધમાલ મચાવી સમાજના યુવાનોનો અવાજ દબાવવાની કોશિશ કરાયો હોવાના આક્ષેપ સાથે કેટલાક લોકો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશને પહોંચેલા લોકોએ આક્ષેપ કરતાં જણાવ્યું કે સમાજના દાતાઓ દેશ વિદેશમાંથી કરોડોના નાણાં દાન પેટે આપે છે. પરંતું વર્તમાન ટ્રસ્ટીઓ દ્વારા ક્યારેય તેનો હિસાબ કિતાબ રજૂ કરવામાં નથી આવતો. 


તમામ પ્રોપર્ટીને એક વ્યક્તિના નામે કરવામાં આવી છે


આક્ષેપ તો એટલા સુધી કરવામાં આવ્યા છે કે કોરોના કાળ દરમિયાન બની બેઠેલા સમાજના સેવાભાવીઓએ મનફાવે તેમ લોકો પાસેથી નાણાં વસૂલ્યા છે. કોરોના દર્દીઓ પાસેથી ૩૫૦૦થી ૪૫૦૦ રૂપિયા રૂમનું ભાડું, અને જનરલ સર્જનના બદલે કાન, નાક, ગળા વગેરેના સ્પેશિયલ ડોક્ટરોને રાખીને દર્દીઓ પાસેથી ઊંચાં બિલ વસૂલવામાં આવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. બીજો એક મુદ્દો એ પણ સપાટી ઉપર આવ્યો કે, કે.કે. પટેલ હોસ્પિટલની તમામ પ્રોપર્ટીને એક વ્યક્તિના નામે કરવામાં આવી છે. એટલું જ નહીં સમાજના લોકોને ત્રીસ ટકા ડિસ્કાઉન્ટ પણ આપવાની વાત હતી, તેનું પણ પાલન નથી થઈ રહ્યું. 


આગામી ત્રણ કલાક માટે આગાહી : અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં આવશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ


રવિવારે 35 તાલુકામાં વરસાદની એન્ટ્રી : પ્રથમ વરસાદમાં ગુજરાતમાં 4 ના મોત, અમરેલીની નદીમાં કાર તણાઈ


પટેલ ચોવીસીથી લઇને વિદેશમાં મુદ્દો ચર્ચાયો 
કચ્છી લેઉવા પટેલ સમાજ સ્થાનિક પટેલ ચોવીસીની સાથે વિદેશમાં પણ દબદબો ધરાવે છે. તેના સંગઠનની બેઠક અને તેની ચર્ચાની નોંધ વિદેશમાં પણ લેવાતી હોય છે. તેવામાં રવિવારે ડખ્ખો થતા સ્થાનિક પટેલ ચોવીસીના ગામોની સાથે વિદેશમાં વસતા કચ્છી લેઉવા પટેલ સમાજના લોકોમાં પણ આ મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. સોશિયલ મીડિયામાં પણ બેઠકમાં ઊગ્ર બોલાચાલી અને ઝપાઝપીના વિડીયો વાયરલ થયા હતાં.