કચ્છ : કચ્છના મુન્દ્રામાં તળાવમાં ઘારાસભ્યની હાજરીમાં યુવક ડુબ્યો હોવાના અહેવાલથી ખળભળાટ મચી ગયો છે. તળાવમાંથી નારીયેળ લેવા ગયેલો યુવક ડુબ્યો હોવાના અહેવાલો વચ્ચે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરતા રાજકારણ ગરમાયું છે. તળાવમાં નવા નીરના વધામણા થતા હતા તે સમયે આ ઘટના બની હતી. જો કે કોંગ્રેસનાં દાવા અનુસાર આ તળાવમાં રાખવામાં આવેલી સ્પર્ધાને કારણે યુવક ડુબ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Gujarat Corona Update: નવા 1126 દર્દી, 1131 દર્દી સાજા થયા 20 લોકોનાં મોત

શક્તિસિંહ ગોહિલે ટ્વીટ કરીને માહિતી આપી કે મારી જાણકારી અનુસાર કોઇ પ્રકારની સાવચેતી વગર જ મુન્દ્રામાં એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સરકારનાં અધિકારીઓ અને ઉચ્ચ પદાધિકારીઓ હાજર હતા. હું એનડીઆરએફની ટીમ મોકલવા માટે વિનંતી કરુ છું. આ પ્રકારનાં દુસ્સાહસી કાર્યો ભાજપે કરવા જોઇએ નહી. 


આખરે યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરાયું, ઓનલાઇન ઓપ્શનલ

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રિંહે કહ્યું કે, તળાવમાં નવા નીરના વધામણા કરવા માટે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે વ્યક્તિ તળાવમાંથી પહેલા નારીયેળ લઇને આવે તેને 5 હજાર રૂપિયા ઇનામ પેટે આપવામાં આવશે. આ સ્પર્ધામાં તકેદારી નહી રાખવાનાં કારણે એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર