• કચ્છના જખૌ અને પીપાવામાંથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં મોટો ખુલાસો

  • પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલું હેરોઈન અમદાવાદના વેપારીએ મંગાવ્યું હતું


ઉદય રંજન/અમદાવાદ :ગુજરાત ડ્રગ્સના વેપારનું કેન્દ્ર બન્યુ છે. અહીં દરિયા માર્ગે જેમ અન્ય વસ્તુઓ ઈમ્પોર્ટ થાય છે, તેમ ડ્રગ્સ આવી રહ્યુ છે. ત્યારે ત્રણ દિવસ પહેલી પીપાવાવ પોર્ટ પરથી અને થોડા દિવસ પહેલા જખૌમાંથી પકડાયેલા ડ્રગ્સ મામલે મોટો ખુલાસો થયો છે. પીવાવાવનું ડ્રગ્સ અમદાવાદના વેપારીએ મંગાવ્યુ હતું. તો જખૌમાંથી ઝડપાયેલુ ડ્ર્ગ્સ દૂબઈમાં બેસેલા શખ્સના ઈશારે ભારતમા મોકલાયુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીપાવાવના હેરાઈનમાં અમદાવાદના વેપારીનો હાથ
પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલું હેરોઈન અમદાવાદના વેપારીએ મંગાવ્યું હતું. હેરોઇન અમદાવાદ પહોંચે તે પહેલા જ એટીએસ, ડીઆરઆઇ અને ક્સ્ટમ્સની ટીમે ઝડપી લીધું હતું. અમદાવાદના ઇમ્પોર્ટરને શોધી કાઢી અધિકારીઓની ટીમે પૂછપરછ શરૂ કરી છે. પીપાવાવ પોર્ટ પરથી ઝડપાયેલું 90 કિલો હેરોઇન અમદાવાદના જ વેજલપુર રહેવાસી વેપારીએ મંગાવ્યું હતું. પરંતુ આ દરમિયાન જખૌમાં ડ્રગ્સ પકડાયા તેણે ઈમેઈલ દ્વારા જ ઓર્ડર કેન્સલ કર્યો હતો. પરંતુ ત્યા સુધી કન્ટેનર નીકળી ચૂક્યુ હતું. શણ તથા સુતળી પરતી કોઇ ગંધ ના આવે તેના માટે તેના ઉપર થિનરનો છંટકાવ કર્યો હતો. કન્ટેનરમાંથી 2500 ગાંસડીઓ કાઢીને તમામની તપાસ કરી હતી અને તમામ ગાંસડીમાંથી સેમ્પલ લેવામાં આવ્યા હતા.


આ પણ વાંચો : સિંહ મનુષ્ય લોહીનો તરસ્યો બન્યો, બગસરામાં ખેત મજૂરની બાળકીને ઉપાડીને ફાડી ખાધી


પહેલી જખૌ અને બાદમાં પીપાવાવ પોર્ટ પરથી પકડાયુ હતું ડ્રગ્સ
અમરેલીના પીપાવાવ પોર્ટ પરથી 395 કિલો યાર્નની વચ્ચે લિક્વીડ ફર્મમાં હેરોઇન મળી આવ્યું હતું. મહત્વનું છે આ યાર્નની સાથે 90 કિલો લીક્વીડ ફોર્મમાં હેરોઈન હોવાનું સામે આવી રહ્યું છે. જેની કિંમત આશરે 450 કરોડ થાય છે. ત્યાર બાદ જખૌ બોર્ડર પરથી ઇન્ડિયન કોસ્ટ ગાર્ડને સાથે રાખીને 280 કરોડનું હેરોઇન કબ્જે કરવામાં આવ્યું. જેમાં 9 પાકિસ્તાનીને પકડવામાં આવ્યા હતા.
 
જખૌમાં પકડાયેલા ડ્રગ્સના માસ્ટરમાઈન્ડ હૈદરી રાઝી નાનુ પ્યાદું
તો બીજી તરફ, જખૌમાંથી પકડાયેલા હેરોઇન મામલે સામે આવ્યુ કે, ભારતમાં ડ્રગ્સ મંગાવનાર હૈદર રાઝી નાનું પ્યાદુ છે. મુખ્ય આરોપી મૂળ ભારતનો અને દુબઈમાં સ્થાયી થયો હોવાનું ખૂલ્યુ. દુબઈમાં બેઠેલો શખ્સ હૈદર રાઝી સાથે સંપર્કમાં હતો. દુબઈના શખ્સના કહેવાથી હૈદરે ડ્રગ્સ મેળવ્યું હતું અને સાચવ્યું હતું. દુબઈના શખ્સને લઈને ગુજરાત એટીએસ અને એન.સી.બી એ શોધખોળ હાથ ધરી છે. સમગ્ર ડ્રગ્સ કન્સાઈનમેન્ટમાં પૈસાની લેવડ દેવડ કરવા માટે સગા સંબંધીઓ મારફતે હવાલા પાડવામાં આવતા હોવાનું ખુલ્યું છે. ડ્રગ્સના ડીલમાં પાકિસ્તાન, અફઘાનિસ્તાન, દુબઇ અને ભારતના લોકોની સંડોવણી બહાર આવી છે. ડ્રગ્સ ડીલ માટે પેડલર એકબીજા સાથે વાતચીત કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હતા. 


આ પણ વાંચો : 


સુરત: લગ્નની ખરીદી માટે ગયેલા પરિવાર પર કાળ ત્રાટક્યો, 5ના કમકમાટીભર્યા મોત


કનુએ રણજીત અને પત્નીને નિર્વસ્ત્ર થવા કહ્યું, અને પછી ક્રાઈમમાં જોરદાર ટ્વિસ્ટ આવ્યો